પટણા: રાજધાની પટણામાં મુખ્યમંત્રી નીતિશકુમાર (Nitishkumar) ના ઘરે ચાલી રહેલી એનડીએ (NDA) ના ઘટક પક્ષોની બેઠક પૂરી થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ 15 નવેમ્બરે બપોરે 12:30 વાગે એનડીએ વિધાયક દળોની બેઠક થશે. આ બેઠકમાં બધા નિર્ણયો લેવાશે. આ સાથે તે જ દિવસે વિધાયક દળના નેતાના નામની પણ જાહેરાત થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિહાર: સત્તા માટે ધમપછાડા, NDAમાં ગાબડું પાડવા આ બે નેતાને પોતાની બાજુ ખેંચવાની કોંગ્રેસની કોશિશ


બેઠક બાદ મુખ્યમંત્રી નીતિશકુમારે કહ્યું કે 15મીએ એનડીએની વિધાયક દળની બેઠક થશે. તે દિવસે બધુ નક્કી થઈ જશે. આજે કેબિનેટની બેઠક થશે જેમાં વર્તમાન વિધાનસભાને ભંગ કરાશે. કેબિનેટની પૂરી જાણકારી આપવામાં આવશે. હવે નવા વિધાયકો ચૂંટાઈ આવ્યા છે. જૂની વિધાનસભાને ભંગ કરવાની રહેશે. 


Nitish Kumar એ કરી સ્પષ્ટતા, 'મે ક્યારેય રિટાયરમેન્ટ વિશે કહ્યું નથી, લોકો ખોટું સમજ્યા'


અત્રે જણાવવાનું કે બિહારમાં નવી સરકારની રચનાની સાથે સાથે જ નીતિશકુમાર સાતમી વાર રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લેશે. નોંધનીય છે કે આ વખતે બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએને 125 બેઠકો મળી છે. જેમાં ભાજપ 74 બેઠકો સાથે  એનડીએના સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો છે. જ્યારે જેડીયુને 43, હમ- 4, વીઆઈપી- 4 બેઠકો જીત્યા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube