બિહાર: સત્તા માટે ધમપછાડા, NDAમાં ગાબડું પાડવા આ બે નેતાને પોતાની બાજુ ખેંચવાની કોંગ્રેસની કોશિશ
Trending Photos
પટણા: બિહાર (Bihar) માં ચૂંટણી પરિણામ આવ્યા બાદ હવે સત્તા માટે જોડ તોડના પ્રયત્નો શરૂ થઈ ગયા છે અને મહાગઠબંધન પણ રાજ્યમાં સત્તા મેળવવા માટે રણનીતિ બનાવવામાં લાગી ગયું છે. સૂત્રોના જણાવ્યાં મુજબ મહાગઠબંધન તરફથી કોંગ્રેસ જીતનરામ માંઝી અને મુકેશ સાહનીને પોતાની તરફ ખેંચવાની કોશિશ કરી રહી છે. આ માટે કોંગ્રેસે માંઝીને સીએમ કે પછી સ્પીકર અને મુકેશ સાહનીને ડેપ્યુટી સીએમની સાથે મંત્રી પદની ઓફર કરી છે.
बिहार: कांग्रेस मांझी को सीएम पद देने को तैयार. pic.twitter.com/8jIhaVsztc
— Zee Bihar Jharkhand (@ZeeBiharNews) November 13, 2020
મળતી માહિતી મુજબ કોંગ્રેસ બંને નેતાઓના સંપર્કમાં છે. કોંગ્રેસ માંઝી ઉપરાંત તેમના પુત્રને પણ મંત્રી પદ આપવાની રજૂઆત કરી રહી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ કોંગ્રેસ આ વખતે સરળતાથી સત્તા છોડવાના પક્ષમાં નથી અને આથી તમામ પ્રકારની કવાયત ચાલુ છે. આ માટે પાર્ટીએ બે વરિષ્ઠ નેતાઓને જવાબદારી સોંપી છે.
કોંગ્રેસ તરફથી અવિનાશ પાંડે અને છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલને પટણા મોકલવામાં આવ્યા છે. બંને નેતા શુક્રવારે બપોરે પોતાના વિધાયકો સામે બેઠક કરવાના છે. અને આગળની રણનીતિ નક્કી કરશે. જો કે કોંગ્રેસની આ ઓફરો મહાગઠબંધનના સૌથી મોટા પક્ષ આરજેડીને ગમી નથી.
We want to make it clear that we will stay with the NDA. Our leader Jitan Ram Manjhi has clearly stated that Hindustani Awam Morcha fought the elections under the leadership of CM Nitish Kumar, we were with him and will remain with him: Hindustani Awam Morcha#BiharResults
— ANI (@ANI) November 13, 2020
આરજેડી કોંગ્રેસના આ પગલાથી સહમત નથી જ્યારે હિન્દુસ્તાન આવામ મોરચાએ કહ્યું કે અમે એ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે અમે એનડીએ સાથે રહીશું. અમારા નેતા જીતનરામ માંઝીએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે હિન્દુસ્તાની આવામ મોર્ચાએ સીએમ નીતિશકુમારના નેતૃત્વમાં ચૂંટણી લીડ, અમે તેમની સાથે હતા અને રહીશું.
નોંધનીય છે કે કોંગ્રેસનું પ્રદર્શન વિધાનસભા ચૂંટણીમાં ખુબ ખરાબ રહ્યું. પાર્ટીએ 70 વિધાનસભા અને લોકસભા સીટ પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. પરંતુ ફક્તે 19 બેઠકો જ મળી. જ્યારે મહાગઠબંધનમાં હવે કોંગ્રેસના પ્રદર્શનને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. આરજેડી અને ડાબેરી પક્ષોનો આરોપ છે કે કોંગ્રેસના કારણે તેઓ સરકાર બનાવવામાં ચૂકી ગયા. આ બાજુ કોંગ્રેસના નેતા તારિક અનવરે પણ ટ્વીટ કરીને કહ્યું કે કોંગ્રેસના કારણે બિહારમાં સરકાર બની શકી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે