નવી દિલ્હી: ભારત-નેપાળ (India Nepal) સીમા પર વધતા જતા તણાવ વચ્ચે નેપાળ, સરકારે ઘારચૂલા જિલ્લામાં 130 કિલોમીટર લાંબી ધારચૂલા-ટિંકર (Dharchula-Tinkar) પ્રોજેક્ટ પર કામ ફરીથી શરૂ કરી દીધું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય અધિકારીએ કહ્યું કે નેપાળી સેના પોતાના વિસ્તારોમાં ભારતીય સીમાના સમાંન્તર એક ટ્રેક રૂટ બનાવી રહી છે. તેથી ખૂબ ઉંચાઇ પર વએલા ગાંવ ટિંકર અને ચંગરૂ સુધી પહોંચવા માટે ત્યાંના લોકોની ભારતીય ટ્રેક રૂટ પર નિર્ભરતા ખતમ થઇ જશે. 


ઘારચૂલાના એસડીએમ એ કે શુક્લાએ કહ્યું- 'નેપાળના સુનસેરા ગામથી ચંગરૂ સુધીનો ટ્રેક માર્ગ નેપાળી સેના બનાવી રહી છે. આ માર્ગનો ઉપયોગ ઉંચાઇવાળા નેપાળી ગામ ટિંકર અને ચંગરૂના નાગરિક કરશે જે અત્યાર સુધી શિયાળામાં નિચલી ઘાટીઓ તરફ પલાયન કરવા અને ગરમીઓમાં પરત પોતાના ગામ જવા માટે ભારતીય ટ્રેક માર્ગોનો ઉપયોગ કરતા હતા.'


અધિકારીએ કહ્યું કે કાલાપાની, લિંપિયાધુર અને લિપુલેખને તેમના દેશનો ભાગ બતાવનાર નવા મેપને નેપાળ મંત્રિમંડળ દ્વારા મંજૂરી આપતા સીમા ક્ષેત્રમાં કોઇ તણાવ નથી. 


એસડીએમએ કહ્યું- 'સીમા પર શાંતિ છે. ભારત-નેપાળ સીમા પર પોસ્ટો પર આકડી નજર રાખનાર અમારી ગુપ્તચર એજન્સીઓએ પણ અત્યાર સુધી ભારત વિરોધી કોઇ ગતિવિધિ જોઇ નથી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube