કાઠમંડૂ: ભારત સાથે તનાતની વચ્ચે નેપાળે (Nepal)  આખરે નમતું ઝોખવું પડ્યું છે. કેબલ ઓપરેટરોએ નેપાળ સરકારના ઈશારે ભારતની ન્યૂઝ ચેનલો પર લગાવેલા પ્રતિબંધને હટાવી લીધો છે. દર્શકો અને લોકોના ભારે વિરોધના કારણે ભારતીય ન્યૂઝ ચેનલોનું આજ સવારથી પ્રસારણ શરૂ થઈ ગયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે ઓલી સરકાર તરફથી હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી. કહેવાય છે કે કેબલ ઓપરેટરોએ બેન લગાવ્યો હતો અને પોતે જ હટાવી લીધો. જો કે હજુ પણ કેટલીક સમાચાર ચેનલો પર પ્રતિબંધ ચાલુ રહેશે. 


અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક સમયથી ભારત અને નેપાળ વચ્ચે તણાવની સ્થિતિ છે. નેપાળે એક નવો મેપ બહાર પાડીને લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા ભારતીય વિસ્તારો પર પોતાનો દાવો ઠોક્યો હતો. જો કે ભારતે કડક શબ્દોમાં કહી દીધુ છે કે આ વિસ્તારો ભારતના જ છે. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube