નવી દિલ્હી: કેબિનેટે નવી શિક્ષણ નીતિ (New Education Policy 2020) ને લીલી ઝંડી આપી દીધી છે. 34 વર્ષ બાદ શિક્ષણ નીતિમાં ફેરફાર કર્યો હોવાનું કહેવાય છે. પરંતુ આ સમાચાર સાથે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ મેસેજમાં દાવો કરાયો છે કે ધોરણ 10 હવેથી બોર્ડ નહીં રહે. જાણો સત્ય શું છે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


મોદી સરકારે જાહેર કરી 21મી સદીની નવી શિક્ષણ નીતિ, MHRD નું નામ બદલ્યું


વ્હોટ્સએપમાં વાયરલ થયેલા મેસેજમાં આ છે દાવા


- નવી શિક્ષણ નીતિ હેઠળ હવે 5મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને માતૃ ભાષા, સ્થાનિક ભાષા અને રાષ્ટ્ર ભાષાને ભણાવવામાં આવશે. 


- બાકી વિષય ભલે તે અંગ્રેજી જ કેમ ન હોય...એક વિષય તરીકે ભણાવવામાં આવશે.  


- હવે ફક્ત 12મા ધોરણમાં બોર્ડની પરીક્ષા આપવી પડશે, જ્યારે આ પહેલાં 10મા ધોરણની બોર્ડની પરીક્ષા ફરજિયાત હતું, જે હવે નહી હોય. 


-9માથી 12 ધોરણ સુધી સેમિસ્ટરમાં પરીક્ષા હશે. સ્કૂલ શિક્ષણને 5+3+3+4 ફોર્મૂલા હેઠળ ભણાવવામાં આવશે. 


- તો બીજી તરફ કોલેજની ડિગ્રી 3 અને 4 વર્ષની હશે. એટલે કે ગ્રેજ્યુએશન હેઠળ પહેલાં વર્ષે સર્ટિફિકેટ, બીજા વર્ષે ડિપ્લોમા અને ત્રીજા વર્ષમાં ડિગ્રી મળશે. 


કેબિનેટે નવી શિક્ષણ નીતિમાં બોર્ડ નહીં હોવાના દાવા સાથે વાયરલ થયેલ મેસેજ તદ્દન ભ્રામક અફવા છે. ધોરણ 10માં બોર્ડની પરીક્ષા દૂર કરવામાં આવી છે, તેમજ માત્ર ધોરણ 12 એક બોર્ડ પરીક્ષા રહેશે જેવા ભ્રામક મેસજે અંગે PIBFactCheck એ પણ ટ્વીટર મારફતે ખુલાસો કરેલો  છે. આ વાયરલ મેસેજ ફેક ન્યૂઝ છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube