નવી દિલ્હીઃ New Parliament Building Inauguration: નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે (28 મે) કરશે, પરંતુ આ પહેલા તેને લઈને ભાજપ અને વિપક્ષી દળોમાં નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ સહિત 20 વિપક્ષી દળો, મુખ્યમંત્રી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ, શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ ઉદ્ઘાટન સમારોહમાં ભાગ ન લેવાની જાહેરાત કરી છે, તો બીજી તરફ ઘણા વિરોધ પક્ષો છે જેમણે કહ્યું કે તેઓ કાર્યક્રમમાં જશે.


શું છે વિરોધ પક્ષોની માંગ?
કોંગ્રેસ, ટીએમસી, દ્રવિડ મુનેત્ર કડગમ (ડીએમકે), મુખ્યમંત્રી નીતિશ કુમારનું જનતા દળ (યુનાઈટેડ), સીએમ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી, એનસીપી, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે), માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, સામ્યવાદી પાર્ટી ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, ઝારખંડ મુક્તિ મોરચા, નેશનલ કોન્ફરન્સ, કેરળ કોંગ્રેસ (મણિ), રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટી, વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી (VCK), મારુમાલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (MDMK) અને રાષ્ટ્રીય લોકદળ હાજરી આપશે નહીં.


આ પણ વાંચોઃ IMD Weather Alert: હવામાનમાં થશે ફેરફાર, આ રાજ્યો માટે IMDએ જારી કર્યું એલર્ટ


સામૂહિક બહિષ્કારની જાહેરાત કરતા આ પક્ષોએ કહ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું ઉદ્ઘાટન ન કરવું એ લોકશાહી પર હુમલો છે. આ પછી, તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરની ભારત રાષ્ટ્ર સમિતિ પાર્ટી (BRS) એ પણ અલગથી કહ્યું કે તે સમારોહમાં ભાગ લેશે નહીં.


કોણ આપશે હાજરી?
નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહના બહિષ્કારને લઈને માનવામાં આવી રહ્યું હતું કે તમામ વિપક્ષી દળો આ મામલામાં એક સાથે છે, પરંતુ પૂર્વ કેન્દ્રીયમંત્રી ચંદ્રાબાબૂ નાયડૂની તેલુગૂ દેશમ પાર્ટી (TDP),શિરોમણિ અકાલી દળ (SAD)અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગન મોહન રેડ્ડીની વાઈએસઆર કોંગ્રેસ પાર્ટી (YSRCP)અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકની બીજૂ જનતા દળે બુધવારે કહ્યું કે તે સંસદ ભવનના ઉદ્ઘઘાટન કાર્યક્રમમાં જશે. તો પૂર્વ મુખ્યમંત્રી માયાવતીની બહુજન સમાજ પાર્ટીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. 


YS જગન મોહન રેડ્ડીએ કહ્યું, “હું વિરોધ પક્ષોને તમામ રાજકીય મતભેદોને બાજુ પર રાખીને આ ભવ્ય કાર્યક્રમમાં ભાગ લેવા કહું છું. લોકશાહીની સાચી ભાવના સાથે મારી પાર્ટી આ ઐતિહાસિક ઘટનામાં ભાગ લેશે. હું પીએમ મોદીને નવા સંસદ ભવન માટે અભિનંદન આપું છું.


શિરોમણી અકાલી દળના નેતા દલજીત સિંહ ચીમાએ કહ્યું કે સ્પીકર સુખબીર સિંહ બાદલ 28 મેના રોજ દિલ્હીમાં સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. ચીમાએ કહ્યું, “દેશને નવી સંસદ મળી રહી છે અને તે ગર્વની ક્ષણ છે. અમે નથી ઈચ્છતા કે આ સમયે કોઈ રાજનીતિ થાય.


આ પણ વાંચોઃ બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીને મળી Y કેટેગરીની સુરક્ષા, કેન્દ્રએ આપી મંજૂરી


સરકારે શું કહ્યું?
કેન્દ્રીય મંત્રી અમિત શાહે બુધવારે કહ્યુ, 'સંસદના નવા ભવનના ઉદ્ઘાટન માટે દરેક રાજકીય પાર્ટીને આમંત્રિત કરવામાં આવી છે. તે પોતાના વિવેક અનુસાર નિર્ણય કરશે.' શાહે કહ્યુ કે બ્રિટિશ હકૂમત દ્વારા ભારતને સત્તા હસ્તાંતરિત કરવાના પ્રતીક સ્વરૂપ પ્રથમ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂને આપવામાં આવેલા ઐતિહાસિક સેંગોલને નવા સંસદ ભવનમાં સ્થાપિત કરવામાં આવશે. સેંગોલ અત્યારે પ્રયાગરાજના એક સંગ્રહાલયમાં છે. તેમણે કહ્યું કે આ કાર્યક્રમને રાજનીતિથી ન જોડવો જોઈએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube