IMD Weather Alert: હવામાનમાં થશે ફેરફાર, આ રાજ્યો માટે IMDએ જારી કર્યું એલર્ટ
IMD Weather Alert: આજથી એટલે કે 24 મે બુધવારથી હવામાનમાં કેટલાક મોટા ફેરફાર જોવા મળી શકે છે. આ વર્ષે ઉનાળાની શરૂઆત વિચિત્ર રહી છે. થોડા દિવસોની ગરમી બાદ પહાડી વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાના કારણે હવામાનમાં એકાએક પલટો આવ્યો હતો અને તાપમાનમાં સરેરાશ કરતા વધુ ઘટાડો જોવા મળ્યો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ IMD Weather Alert: આજથી એટલે કે 24 મે બુધવારથી હવામાનમાં કેટલાક મોટા ફેરફાર જોવા મળી શકે છે. આ વર્ષે ઉનાળાની શરૂઆત વિચિત્ર રહી છે. થોડા દિવસોની ગરમી બાદ પહાડી વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાના કારણે હવામાનમાં એકાએક પલટો આવ્યો હતો અને તાપમાનમાં સરેરાશ કરતા વધુ ઘટાડો જોવા મળ્યો હતો. હવે આવનારા થોડા દિવસોમાં પણ આવા જ બદલાવ જોવા મળી શકે છે. ચાલો તમને જણાવીએ કે હવામાન વિભાગ દ્વારા કયા રાજ્યો માટે હવામાનની આગાહી જારી કરવામાં આવી છે.
IMD એ જારી કરી ચેતવણી
ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (આઈએમડી) એ 24, 25 અને 26 મેએ ઓલાવૃષ્ટિ, ભારે વરસાદ અને આંધીની કેટલાક રાજ્યો માટે ચેતવણી જારી કરી છે. આઈએમડીએ એક ટ્વીટમાં કેટલાક રાજ્યનો ઉલ્લેખ કર્યો છે, જ્યાં 24 અને 25 મેએ ઓલાવૃષ્ટિ થઈ શકે છે.
Warning of the day#hailstorm #india #weather #IMD@DDNewslive @moesgoi @ndmaindia @airnewsalerts pic.twitter.com/jEBbAhkvRj
— India Meteorological Department (@Indiametdept) May 24, 2023
ઓલાવૃષ્ટિનું એલર્ટ
આ રાજ્યો ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ઝારખંડ છે. તો હિમાચલ પ્રદેશ, સિક્કિમ અને પશ્ચિમ બંગાળમાં 24 મેએ ઓલાવૃષ્ટિ થઈ શકે છે
આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
આ સાથે જ હવામાન વિભાગની આગાહી મુજબ હિમાચલ પ્રદેશ, ઉત્તર હરિયાણા, ઉત્તર પૂર્વ, રાજસ્થાન, કેરળ અને માહેમાં 24 મેના રોજ ભારે વરસાદ પડી શકે છે. પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને બિહારમાં 24 અને 25 મેના રોજ ભારે વરસાદ થઈ શકે છે. સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, આસામ અને મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં 24 થી 26 મે દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે.
ધૂળના તોફાનની ચેતવણી
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, રાજસ્થાનના કેટલાક ભાગોમાં 24 થી 26 મે દરમિયાન ધૂળની ડમરીઓ આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે