નવી દિલ્હી: નવા સંસદ ભવનનું ભૂમિ પૂજન ચાલુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો. ઓક્ટોબર 2022 સુધીમાં આ નવા ભવનનું નિર્માણ પૂરું કરવાની તૈયારી છે. જેથી કરીને દેશની આઝાદીની 75મી વર્ષગાંઠ પર આ ભવનમાં સત્રનું આયોજન થઈ શકે. અત્રે જણાવવાનું કે નવા સંસદ ભવનમાં લોકસભાનો આકાર વર્તમાન કરતા ત્રણ ગણો વધારે હશે. જ્યારે રાજ્યસભાનો આકાર પણ મોટો થશે. આ અસરે ઉદ્યોગપતિ રતન ટાટા, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ કાર્યક્રમમાં હાજર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા સંસદ ભવનનો શિલાન્યાસ કરાયો, સર્વધર્મ પ્રાર્થના થઈ
પીએમ મોદીએ આજે નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન સર્વધર્મ પ્રાર્થના પણ કરવામાં આવી. જેમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બૌદ્ધ, જૈન અને અન્ય ધર્મોના ધર્મગુરુ હાજર રહ્યા. જેમણે પ્રાર્થન કરી. 


નવા સંસદ ભવનની મહત્વની 10 વાતો જે તમારે જાણવી જરૂરી છે....


1. જૂના સંસદ ભવનથી અલગ નવા બિલ્ડિંગમાં આધુનિક ટેક્નોલોજી, જરૂરિયાતોનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. ઓગસ્ટ 2019માં હાલના લોકસભા સ્પીકર ઓમ બિરલા અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ તરફથી નવા સંસદ ભવનનો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો. 


જુઓ VIDEO



2. પ્રસ્તાવ મુજબ નવું સંસદ ભવન 64500 સ્કવેર મીટરમાં બનાવવામાં આવશે. જે ચાર માળનું હશે અને તેનો ખર્ચ 971 કરોડ રૂપિયા થશે. આ સંસદ ભવનને 2022 સુધીમાં તૈયાર કરવામાં આવશે. 


કોમી એક્તાની મિસાલ: મુસ્લિમ ઉદ્યોગપતિએ હનુમાનજીના મંદિર માટે દાન કરી 80 લાખની જમીન


3. તમામ સાંસદો માટે સંસદ ભવન પરિસરમાં ઓફિસ બનાવવામાં આવશે. જેને 2024 સુધીમાં તૈયાર કરાશે. નવા બિલ્ડિંગની ડિઝાઈન HCP ડિઝાઈન મેનેજમેન્ટે કરી છે જે અમદાવાદથી છે. 


4. તેનું નિર્માણ ટાટા પ્રોજેક્ટ્સ દ્વારા કરાશે. નવા બિલ્ડિંગમાં ઓડિયો વિઝ્યૂઅલ સિસ્ટમ, ડેટા નેટવર્ક ફેસિલિટીનું ધ્યાન રાખવામાં આવ્યું છે. 


5. નવા બિલ્ડિંગમાં કુલ 1224 સાંસદોના બેસવાની સુવિધા હશે. જેમાં 888 સભ્યો લોકસભા ચેમ્બરમાં બેસી શકશે. જ્યારે રાજ્યસભા ચેમ્બરમાં 384 સાંસદોના બેસવાની સુવિધા હશે. 


6. ભવિષ્યમાં જો સાંસદોની સંખ્યા વધે તો તે જરૂરિયાત પણ પૂરી કરી શકાશે. સંસદ ભવનમાં દેશના દરેક ખૂણાની તસવીર દેખાડવાની કોશિશ કરાશે. નવા બિલ્ડિંગમાં સેન્ટ્રલ હોલ નહીં હોય. લોકસભા ચેમ્બરમાં જ બંને સદનના સાંસદ બેસી શકશે. 


રાજનાથ સિંહે બધાની સામે જ ચીનને બરાબર લીધુ આડે હાથ, જોતા રહી ગયા 'દુશ્મન દેશ'ના રક્ષામંત્રી


7. સંસદ ભવનની હાલની બિલ્ડિંગને એક મ્યૂઝિયમ તરીકે રાખવામાં આવશે. તેમાં કામ પણ ચાલતું રહેશે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ  જાણકારી આપી હતી કે જૂના સંસદ ભવને દેશને બદલતું જોયું છે એવામાં તે ભવિષ્યમાં પ્રેરણા આપશે.


8. લોકસભા અને રાજ્યસભા કક્ષાઓ ઉપરાંત નવા ભવનમાં એક ભવ્ય સંવિધાન કક્ષ હશે. જેમાં ભારતના લોકશાહી વારસાને દર્શાવવા માટે અન્ય વસ્તુઓની સાથે સાથે બંધારણની મૂળ કોપી, ડિજિટલ ડિસ્પ્લે વગેરે હશે. 


9. હાલના સંસદ ભવનને અંગ્રેજોએ બનાવડાવ્યું હતું. 12 ફેબ્રુઆરી 1921ના રોજ પાયો નખાયો હતો અને 1927માં તે બનીને તૈયાર થયું હતું. સર એડવર્ડ લુટિયન્સ, સર હોર્બર્ટ બેકરના નેતૃત્વમાં સંસદ ભવનનું બિલ્ડિંગ તૈયાર થયું હતું. જેને દુનિયાના સૌથી ઉત્તમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે જોવામાં આવે છે. ત્યારે આ ભવન બનવાનો ખર્ચ 83 લાખ રૂપિયા થયો હતો. 


10. નવા સંસદ ભવનને કેન્દ્ર સરકારની યોજના સેન્ટ્રલ વિસ્ટા હેઠળ બનાવવામાં આવી રહ્યું છે. જેમાં સંસદ ભવન ઉપરાંત પ્રધાનમંત્રી કાર્યાલય, રાષ્ટ્રપતિ ભવન અને આસપાસના વિસ્તારોનું નવીનિકરણ કરવામાં આવશે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube