હવે ટ્રાફિક નિયમો તોડ્યા તો ભરવો પડશે ભારે દંડ, 1 સપ્ટેમ્બરથી લાગુ થઈ રહ્યો છે નવો કાયદો
નવા કાયદા અનુસાર ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનમાં દંડની સાથે-સાથે સજાની પણ જોગવાઈ કરાઈ છે. મોટર વ્હિટલ અમેન્ડમેન્ટ એક્ટને 18 રાજ્યોના પરિવહન મંત્રીઓએ ભેગા મળીને તૈયાર કર્યો હતો.
નવી દિલ્હીઃ દેશમાં સતત વધતી જઈ રહેલા માર્ગ અકસ્માતો રોકવા માટે તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા 'મોટર વ્હિકલ સંશોધન બિલ-2019' સંસદમાં પસાર કરાયું છે. સંશોધિલ બિલની અનેક જોગવાઈઓ દેશભરમાં 1 સપ્ટેમ્બરથી લાગુ થઈ જશે. નવા કાયદામાં પરિવહન સંબંધિત નિયમોના ઉલ્લંઘનમાં મોટા દંડની જોગવાઈ કરાઈ છે.
નવા કાયદા અનુસાર ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનમાં દંડની સાથે-સાથે સજાની પણ જોગવાઈ કરાઈ છે. મોટર વ્હિટલ અમેન્ડમેન્ટ એક્ટને 18 રાજ્યોના પરિવહન મંત્રીઓએ ભેગા મળીને તૈયાર કર્યો હતો.
જૂઓ કેટલાક મહત્વના નિયમો જે તમને અસર કરી શકે છે....
1. સગીર વયના કિશોર/કિશોરી દ્વારા ગાડી ચલાવવાના સંજોગોમાં વાલીઓને સજા ફટકારવામાં આવશે. વાલી/વાહન માલિકને ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે.
2. દારૂ પીને ગાડી ચલાવવા પર રૂ.10 હજારના દંડની જોગવાઈ.
3. હેલમેટ વગર ગાડી ચલાવવા પર રૂ.1000નો દંડ. અત્યારે આ દંડ રૂ.100 છે, જેને વધારીને રૂ.1000 કરાયો છે. સાથે જ ત્રણ મહિના માટે લાયસન્સ પણ જપ્ત થશે.
4. જોખમી રીતે ગાડી ચલાવવા પર એટલે કે રેશ ડ્રાઈવિંગ માટે અત્યારે રૂ.1000નો દંડ છે, જેને વધારીને રૂ.5000 કરાયો છે.
5. ડ્રાઈવિંગ લાયન્સ વગર વાહન ચલાવવા પર અત્યારે રૂ.500ના દંડની જોગવાઈ છે, જેને 10 ગણી વધારીને રૂ.5000 કરાઈ છે.
ચિદમ્બરમના પરિવાર પર વધુ એક ગંભીર આરોપ, ઝાકિર નાઈકની સંસ્થાને ફન્ડિંગમાં કરી મદદ
6. ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ થયું હોય છતાં પણ વાહન ચલાવવા માટે રૂ.10,000નો દંડ ભરવાનો રહેશે. અત્યારે આ રૂ.500 છે.
7. સીટ બેલ્ટ પહેર્યા વગર ગાડી ચલાવવા માટે અત્યારે રૂ.100નો દંડ છે, જેને વધારીને રૂ.1000 કરાયો છે.
8. ઓવર સ્પીડ પરનો દંડ રૂ.400થી વધારીને રૂ.1000-2000 કરાયો છે.
9. ફોન પર વાત કરતા કરતા ડ્રાઈવિંગ કરવા માટે અત્યારે રૂ.1000નો દંડ છે, જેને વધારીને રૂ.5000 કરાયો છે.
જુઓ LIVE TV....