હૈદરાબાદઃ તેલંગણાની રાજધાની હૈદરાબાદ (Hyderabad) નવા વર્ષ (New Year 2021)માં કોરોના વાયરસ (Coronavirus)નું 'રક્ષક' સાબિત થઈ શકે છે, કારણ કે આ શહેરમાં પાંચ કંપનીઓ જીવલેણ વાયરસના ખાત્મા માટે કોરોના વેક્સિન (Corona Vaccine) બનાવવાના કામમાં લાગી છે. ભારત બાયોટેક (Bharat Biotech), બાયોજિકલ ઈ લિમિટેડ (Biological E Limited) અને અરબિંદો ફાર્મા (Aurobindo Pharma) દ્વારા વિકસિત કરવામાં આવી રહેલી કોરોના વેક્સિન હાલ અલગ-અલગ તબક્કામાં છે જ્યારે ડો. રેડ્ડી અને હેટેરોએ રસી નિર્માણ માટે હાથ મિલાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મામલામાં સૌથી આગળ હૈદરાબાદ
તેમાંથી કેટલીક કંપનીઓએ રસી બનાવવાની ક્ષમતા વધારવા માટે યોજના બનાવી છે. રસી સિવાય હૈદરાબાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટે રસી લાવવા-લઈ જવા માટે કોલ્ડ ચેન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કર્યું છે. જીએમઆર હૈદરાબાદ એર કાર્ગો કોવિડ-19 (Covid-19) રસીના આયાત-નિકાસને લઈને વિશિષ્ટ જરૂરીયાતો પૂરી કરવા માટે અલગ-અલગ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યું છે. હાલમાં ભારત બાયોટેક અને બાયોજિકલ ઈને ત્યાં 60 રાજદ્વારીઓના પ્રવાસથી તે વાતને સમર્થન મળ્યું કે, શહેર કોવિડ-19 રસીના નિર્માણ અને પૂરવઠામાં સૌથી આગળ રહેવાનું છે. 


આ પણ વાંચોઃ Farmers Protest: કિસાન આંદોલનનો આવશે ઉકેલ, બસ વધુ બે દિવસ!


નિકાસને લઈને કોઈ નીતિ નથી
મહત્વનું છે કે કોરોના વાયરસ (Coronavirus)એ વિશ્વને પોતાની ઝપેટમાં લીધુ છે. આ સંક્રામક રોગની પકડમાં વિશ્વના 7.7 કરોડથી વધુ લોકો આવી ચુક્યા છે, જ્યારે 20 લાખ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોમર્સ ડિપાર્ટમેન્ટ હેઠળ આવતી ફાર્મા નિકાસ સંસ્થા 'ફાર્મેક્સિલ'ના ડાયરેક્ટર ઉદય ભાસ્કરે જણાવ્યુ કે, દેશમાં અન્ય દેશોને કોવિડ-19 રસી નિકાસને લઈને કોઈ નીતિ નથી, તેથી માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર તે નક્કી કરવા માગે છે કે રસીની નિકાસ કરતા પહેલા ઘરેલૂ જરૂરીયાતોને પૂરી કરવામાં આવે. 


નિકાસ પર સરકાર લેશે નિર્ણય
તેમણે કહ્યું, ભારત બાયોટેકને છોડીને તમામ રસી નિર્માતાઓએ રસીના વિકાસ કે વિનિર્વાણ માટે વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. અમને તે વિશે જાણકારી નથી કે ભારતથી કેટલી માત્રામાં (રસી)ની નિકાસ કરવામાં આવશે. ભાસ્કરે કહ્યુ કે, આ સંબંધમાં અંતિમ નિર્ણય ભારત સરકારનો હશે. તો તેલંગણાના જન સ્વાસ્થ્ય ડાયરેક્ટર શ્રીનિવાસ રાવે જણાવ્યુ કે, રસી બનાવનારી કંપનીઓ ભલે અહીં સ્થિત હોય પરંતુ રસીના ડોઝની વહેચણીમાં રાજ્યોને મહત્વ આપવામાં આવશે નહીં. રસીના ડોઝનું વિતરણ કેન્દ્ર સરકાર નક્કી કરશે. 


આ પણ વાંચોઃ કિસાન હિત સાથે રાહુલ ગાંધીને કોઈ લેવા-દેવા નથી, જૂનો વીડિયો શેર કરી નડ્ડાએ ઉઠાવ્યા સવાલ


મહત્વનું છે કે પ્રધાનમંત્રી મોદીએ 28 નવેમ્બરે અહીં જીનોમ વૈલીમાં ભારત બાયોટેકના એક પ્લાન્ટનો પ્રવાસ કર્યો હતો અને કોરોના વાયરસની સંભવિત રસી કોવેક્સીનની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ રસીને ICMR અને  Institute of Virologyના સહયોગથી વિકસિત કરવામાં આવી રહી છે. આ રસીના ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube