આજકાલ રીલ્સનો જમાનો છે, સોશિયલ મીડિયા પર રીલ્સ વાયરલ કરવા અને લાઈક્સ મેળવવા માટે લોકો જાણે કોઈ પણ હદે જતા હોય છે. કેટલાક લોકો તો રીલ્સના ચક્કરમાં જીવ પણ ગૂમાવી ચૂક્યા છે. સેલ્ફી, રીલ્સ બનાવવા માટે પાટા પર ઊભા રહી જાય, પહાડની ટોચ પર પહોંચી જાય, નદી વચ્ચે પહોંચી જાય...આવા બનાવો આજકાલ અવારનવાર સામે આવે છે. ક્યારેક તો રીલ્સ બનાવવાની એવી ધૂન ચડે છે કે માન મર્યાદા બધુ ભૂલી જાય છે. સોશિયલ મીડિયા પર એક એવો વાયરલ વીડિયો પણ ધ્યાનમાં આવ્યો છે જેને જોતા લોકો હચમચી ગયા છે કે આ શું છે વળી?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક વીડિયોએ સોશિયલ મીડિયાને હલાવી દીધુ છે. નવ પરિણીત કપલે પોતાની સુહાગરાતનો એક વીડિયો બનાવીને શેર કર્યો છે. આ વીડિયો જોઈને એમ લાગે કે ફેમ મેળવવા માટે લોકો કઈ હદે જઈ શકે છે. જુઓ આ વીડિયો....




આ વીડિયોની ટીકા પણ થઈ રહી છે કે ઘણા લોકો તેને ધૃણાસ્પદ, અસભ્ય પણ ગણાવી રહ્યા છે. પ્રચારનું ભૂત સવાર છે, આ તો હદ થઈ ગઈ, માન મર્યાદા જેવું કઈ નથી, આપણી સંસ્કૃતિ ક્યાં જઈ રહી છે, આને જોતા પહેલા મારી આંખો કેમ ન ફૂટી ગઈ? આવી આવી કમેન્ટ્સ પણ આવી રહી છે. કેટલાક લોકોએ કહ્યું કે જો દેખાડવું જ હતું તો આખો વીડિયો કેમ ન નાખ્યો? બધુ મળીને આ વીડિયો છેલ્લા કેટલાક સમયથી વાયરલ થઈ રહ્યો છે. નેટિઝન્સ તેની ચર્ચા પણ ખુબ કરી રહ્યા છે. 


Disclaimer: આ વીડિયો ગત વર્ષ 2023ની 25 જાન્યુઆરીએ ઈન્સ્ટાગ્રામ પર arushirahulofficial_ દ્વારા શેર કરાયો હતો. ઝી 24 કલાક આ વાયરલ વીડિયો વિશે કોઈ પુષ્ટિ કરતું નથી.