હ્યુસ્ટન : કોરોના વાયરસની સારવાર સંબંધિક એક સારા સમાચાર આવ્યા છે. સંશોધકોએ એક અભ્યાસ દ્વારા દેખાડ્યું કે, કોરોના વાયરસ વિટામિન રિબોફ્લેવિન અને પારજાંબલી કિરણના સંપર્કમાં લાવવામાં આવે તો તે માનવ પ્લાઝમાં અને રક્ત ઉત્પાદન (માણસનાં લોહી બનવાનાં ઉપચારાત્મક પદાર્થ જેવા રેડ બ્લડ સેલ, પ્લેટલેટ્સ, પ્લાઝમા વગેરે) માં વાયરસનું પ્રમાણ ઘટાડે છે. આ એક અનોખું સંશોધન છે જેના કારણે લોહી ચઢાવવા દરમિયાન વાયરસના પ્રસારણની આશંકાને ઘટાડવામાં મદદ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે WhatsApp દ્વારા પણ બુક કરી શકાશે LPG સિલિન્ડર, આ રહેશે સમગ્ર પ્રક્રિયા

જો કે અમેરિકાની કોલોરાડો સ્ટેટ યુનિવર્સિટી (CSU) ના વૈજ્ઞાનિકોએ કહ્યું કે, આ હજી પણ ખબર નથી પડી કે કોવિડ 19 વૈશ્વિક મહામારી  માટે જવાબદાર કોરોના વાયરસ અથવા સાર્સ CoV 2 લોહી ચઢાવવાના કારણે ફેલાય છે કે નહી. અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ પ્લાઝનામાં 9 અને ત્રણ રક્ત ઉત્પાદનની સારવાર માટે મિરાસોલ પૈથોજન રિડક્શન ટેક્નોલોજી સિસ્ટમ નામનું એક ઉપકરણ વિકસિત કર્યું છે. સ્ટડીની સહ લેખીકા ઇજાબેલ રગાને કહ્યું કે, અમે વાયરસનું મોટા પ્રમાણમાં ઘટાડો જોયો અને સારવાર બાદ અમને વાયરસ નથી મળ્યો.


વન નેશન વન કાર્ડ: ગરીબો માટે કાલથી ચાલુ થઇ રહી છે અદ્ભુત વ્યવસ્થા, 67 કરોડ લોકોને મળશે ફાયદો

સીએસયુના સ્ટડીનાં વરિષ્ઠ લેખક રે ગુડરિચ દ્વારા આવિષ્કૃત આ ઉપકરણ રક્ત ઉત્પાદન અથવા પ્લાઝમાં પારાજાંબલી કિરણોના સંપર્કમાં લાવીને કામ કરે છે. સંશોધકોનું કહેવું છે કે આ ઉપકરણ 1980ના દેશકમાં તે સમયે મદદગાર બન્યું જ્યારે એચઆઇવી લોહી અને રક્ત ઉત્પાદન દ્વારા ફેલાઇ ચુક્યું હતું. જો કે ગુડરીચે કહ્યું કે, હાલ મિરાસોલનો ઉપયોગ માત્ર અમેરિકા સાથે બહાર ખાસ કરીને યુરોપ, પશ્ચિમ એશિયા અને આફ્રિકામાં સ્વીકૃત છે. આ અભ્યાસ પીએલઓએસ વન પત્રિકામાં પ્રકાશિત થયું છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube