હવે WhatsApp દ્વારા પણ બુક કરી શકાશે LPG સિલિન્ડર, આ રહેશે સમગ્ર પ્રક્રિયા

કોરોના મહામારી વચ્ચે મોટા ભાગની કંપનીઓ સોશિયલ ડિસ્ટન્સિંગ માટે પોતાના સ્તર પર પ્રયાસો કરી રહી છે. આ તરફ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે પોતાનાં એલપીજી ગેસ સિલિન્ડરનાં ગ્રાહકો માટે વ્હોટ્સએપ દ્વારા બુકિંગની સુવિધા ચાલુ કરી દીધી છે. તેના માટે એક ખાસ નંબર પણ બહાર પાડવામાં આવ્યો છે.
હવે WhatsApp દ્વારા પણ બુક કરી શકાશે LPG સિલિન્ડર, આ રહેશે સમગ્ર પ્રક્રિયા

નવી દિલ્હી : કોરોના મહામારી વચ્ચે મોટા ભાગની કંપનીઓ સોશિયલ ડિસ્ટન્સિંગ માટે પોતાના સ્તર પર પ્રયાસો કરી રહી છે. આ તરફ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે પોતાનાં એલપીજી ગેસ સિલિન્ડરનાં ગ્રાહકો માટે વ્હોટ્સએપ દ્વારા બુકિંગની સુવિધા ચાલુ કરી દીધી છે. તેના માટે એક ખાસ નંબર પણ બહાર પાડવામાં આવ્યો છે.

આ રીતે કરી શકો છો બુકિંગ
બુકિંગ કરવા માટે ગ્રાહકોને બીપીસીએનાં સ્માર્ટ લાઇન નંબર 1800224344 પર પોતાનાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી વ્હોટ્સ એપ પર HI લખીને મોકલવું પડશે. ત્યાર બાદ BooK અથવા 1 લખીને મોકલવું પડશે. ત્યાર બાદ તમારા નંબર પર કંપની તરફથી કન્ફર્મેશન મેસેજ આવશે. આ ઉપરાંત તમે Whatsaap દ્વારા ગેસ રિફિલ માટે ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકશો.

ઓનલાઇન પેમેન્ટ માટે ગ્રાહકોને વ્હોટ્સ એપ મેસેજ પર એક લિંક મોકલવામાં આવશે. જેના પર ક્લિક કરીને ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, યૂપીઆઇ અને અન્ય પેમેન્ટ એપ્સની મદદથી ઓનલાઇન પેમેન્ટની સુવિધા આપવામાં આવી છે. કંપનીના એક્ઝેક્યુટિવ ડાયરેક્ટર (LPG) ટી. પિતામ્બરનું કહેવું છે કે, વ્હોટ્સએપ સામાન્ય લોકો વચ્ચે ખુબ જ સામાન્ય છે. આ નવી શરૂઆતથી અમે પોતાનાં ગ્રાહકોની વધારે નજીક પહોંચી જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news