નવી દિલ્હી : લંડનના ભાગેડુ વેપારી નીરવ મોદીની હાજરીના સમાચાર બાદ ફરીથી આ મુદ્દે રાજકીય ધમાસાણ ચાલુ થઇ ચુક્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે વડાપ્રધાન મોદી અને નીરવમાં સમાનતાનો આરોપ લગાવતા દાવો કર્યો કે એક દિવસ બંન્નેએ ન્યાયનો સામનો કરવો પડશે. 


કોંગ્રેસી તરીકે ઓળખાવવામાં પણ આવે છે શરમ, પ્રવક્તાએ આપ્યું રાજીનામું

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રિટનનાં એક મોટા અખબારે પોતાનાં સમાચારમાં દાવો કર્યો છે કે નીરવ મોદી લંડનમાં એક આલીશાન એપાર્ટમેન્ટમાં રહે ચે અને ત્યાંના રસ્તાઓ પર ખુલ્લેઆમ ફરે છે. સમાચાર પત્ર દ્વારા બહાર પડાયેલ વીડિયોમાં નીરવ રિપોર્ટરનાં સવાલો પર વારંવાર નો કોમેન્ટ કરતો જોવા મળે છે.