નવી દિલ્હીઃ નિર્ભયા બળાત્કાર અને હત્યાના મામલામાં દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારની અરજી પર ચુકાદો સંભળાવતા કહ્યું કે, ચારેય દોષીતોને અલગ-અલગ ફાંસી ન થઈ શકે. તો હવે આ મામલામાં કેન્દ્ર સરકારે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં, આજે દિલ્હી હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, નિર્ભયાના ચારેય દોષીતોને અલગ-અલગ ફાંસી ન આપી શકાય. કેન્દ્ર સરકારે પોતાની અરજીમાં કહ્યું હતું કે, જે દોષીતોની અરજી કોઈપણ ફોરમમાં પેન્ડિંગ નથી, તેને ફાંસી પર લટકાવવામાં આવે. એક દોષીની અરજી પેન્ડિંગ હોવાથી બીજા દોષીતોને રાહત ન આપી શકાય. 


નિર્ભયાના મામલા પર રવિવારે દિલ્હી હાઈકોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો પરંતુ ચુકાદો આપવાની તારીખ બુધવારે નક્કી કરી હતી. કેન્દ્ર સરકારની દલીલ છે કે કાયદાનો દુરુપયોગ કરી નિર્ભયાના દોષી દરેક વખતે સજાથી બચી રહ્યાં છે. દોષીતો કાયદાકીય વ્યવસ્થાનો ખોટો ઉપયોગ કરી રહ્યાં છે. 


'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર' ટ્રસ્ટ માટે કેન્દ્ર સરકારે જારી કર્યું ગેઝેટ નોટિફિકેશન  


જજે શું કહ્યું?
દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સુરેશ કુમાર કૈતે સુનાવણી દરમિયાન પ્રિઝનનું રૂપ વાંચ્યું. જજે બંન્ને પક્ષ તરફથી રજૂ કરેલી દલીલોનો પણ ઉલ્લેખ કર્યો હતો. જજે કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે જે નિર્ભયાના દોષીતોએ કહ્યું તે ખુબ અમાનવીય હતું. 


દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, નિયમ પ્રમાણે ફાંસી માત્ર તે સમયે ટળી શકે છે જ્યારે દોષીની અપીલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હોય. સુપ્રીમ કોર્ટે નિચલી કોર્ટના નિર્ણય પર અસહમતિ પણ વ્યક્ત કરી છે. 


હાઇકોર્ટમાં રવિવારે થયેલી વિશેષ સુનાવણી દરમિયાન કેન્દ્રએ કહ્યું હતું કે દુષ્કર્મી જાણીજોઇને અને સમજી વિચારીને દયા અરજી અને ક્યૂરેટિવ પિટીશન ન દાખલ કરી શકે અને આ કાનૂની આદેશને કુંઠિત કરવાનો ઇરાદો છે. તેમની ફાંસી મોડું ન કરવાની અપીલ કરી અને કહ્યું તેલંગાણામાં લોકે દુષ્કર્મના આરોપીઓના એન્કાઉન્ટની ઉજવણી કરી. દોષીઓ તરફથી વરિષ્ઠ વકીલ રેબેકા જોને દલીલ કરી હતી કે જો દોષીઓને મોતની સજા એકસાથે આપવામાં આવે તો તેમને ફાંસી પણ એકસાથે આપવી જોઇએ. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...