'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર' ટ્રસ્ટ માટે કેન્દ્ર સરકારે જારી કર્યું ગેઝેટ નોટિફિકેશન


શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં 15 સભ્ય હશે, જેમાં એક દલિત અને એક મહિલા સભ્યને જગ્યા આપવામાં આવશે.

'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર' ટ્રસ્ટ માટે કેન્દ્ર સરકારે જારી કર્યું ગેઝેટ નોટિફિકેશન

નવી દિલ્હીઃ રામ મંદિર બનાવવા માટે ટ્રસ્ટની રચનાનો પ્રસ્તાવ લોકસભામાં પસાર થયા બાદ હવે ભારત સરકારે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર નિર્માણ સંબંધિત નોટિફિકેશન જારી કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે સંસદમાં શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની જાહેરાત કરી હતી. પીએમે કહ્યું કે, આ ટ્રસ્ટ મંદિર નિર્માણ સાથે જોડાયેલા દરેક નિર્ણયો લેવા માટે સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે. 

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં 15 સભ્ય હશે, જેમાં એક દલિત અને એક મહિલા સભ્યને જગ્યા આપવામાં આવશે. ટ્રસ્ટમાં સામેલ થવા માટે જે નામ મુખ્ય રીતે લેવામાં આવી રહ્યું છે, તેમાં રામજન્મભૂમિ ન્યાસથી લઈને વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા લોકોની ચર્ચાઓ છે. 

કેબિનેટે રામ મંદિર ટ્રસ્ટ બનાવવાને મંજૂરી આપી દીધી છે. બુધવારે લોકસભામાં સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સરકારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે યોજના તૈયાર કરી લીધી છે. તેમણે કહ્યું કે, માનનીય સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર કેબિનેટની બેઠકમાં આ દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પીએમે કહ્યું કે, અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે સરકારે યોજના તૈયાર કરી લીધી છે. રામ મંદિર ટ્રસ્ટનું નામ 'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર' હશે. પીએમે કહ્યું કે, સુન્ની વક્ફ બોર્ડને 5 એકર જમીન આપવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. 

મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરે અયોધ્યા મામલા પર ચુકાદો આપતા સરકારને રામ મંદિર ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે ટ્રસ્ટની રચના માટે નવ ફેબ્રુઆરી સુધીની અંતિમ તારીખ નક્કી કરી હતી. મંદિર નિર્માણની સંપૂર્ણ રૂપરેખા તૈયાર કરવા અને તેનો અમલ કરવાની જવાબદારી ટ્રસ્ટની હશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news