નિર્ભયા કેસ: સુપ્રીમ કોર્ટે દોષિત પવનને આપ્યો મોટો ઝટકો, ક્યુરેટિવ અરજી ફગાવી
નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસના ચોથા દોષિત પવનની ક્યુરેટિવ પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. પવને પોતાની અરજીમાં કહ્યું હતું કે તે ઘટના સમયે સગીર હતો. આ મામલે તેની રિવ્યુ અરજી અગાઉ ફગાવી દેવાઈ હતી. 5 જજોની પેનલે સર્વસંમતિથી પવનની અરજી ફગાવી દીધી.
નવી દિલ્હી: નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસના ચોથા દોષિત પવનની ક્યુરેટિવ પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. પવને પોતાની અરજીમાં કહ્યું હતું કે તે ઘટના સમયે સગીર હતો. આ મામલે તેની રિવ્યુ અરજી અગાઉ ફગાવી દેવાઈ હતી. 5 જજોની પેનલે સર્વસંમતિથી પવનની અરજી ફગાવી દીધી.
દિલ્હી: હિંસાની અફવા ફેલાવવા પાછળ મોટા ષડયંત્રનો ખુલાસો, હૈદરાબાદ અને PAK સાથે જોડાયેલા છે તાર
બંધ બારણે થયેલી સુનાવણી જસ્ટિસ એન વી રમન્ના, જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ રોહિંગ્ટન ફલી નરીમન, જસ્ટિસ આર ભાનુમતિ અને જસ્ટિસ અશોક ભૂષણ સવારે 10:25 વાગે અરજી પર સુનાવણી શરૂ કરી. અત્રે જણાવવાનું કે ક્યુરેટિવ પિટિશનની સુનાવણી બંધ બારણે થાય ચે. આ મામલે અન્ય ત્રણ દોષિતોની ક્યુરેટિવ અરજી ફગાવવામાં આવેલી છે. એવું માનવામાં આવતું હતું કે આ અરજી પણ કોર્ટ ફગાવી દેશે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube