દિલ્હી: હિંસાની અફવા ફેલાવવા પાછળ મોટા ષડયંત્રનો ખુલાસો, હૈદરાબાદ અને PAK સાથે જોડાયેલા છે તાર 

દિલ્હીમાં તોફાનોની અફવાઓ ફેલાવવા પાછળ મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. ગુપ્તચર એજન્સીઓએ સોશિયલ મીડિયા પર એક્ટિવ એવા એકાઉન્ટ્સની યાદી તૈયાર કરી છે કે જેના દ્વારા સોશિયલ મીડિયા પર ફેક વીડિયો અપલોડ થઈ રહ્યાં છે. ઝી ન્યૂઝને મળેલી Exclusive જાણકારી મુજબ દિલ્હીમાં રવિવારે સાંજે જે અફવાઓ ફેલાવવામાં આવી હતી તેની પાછળ દેશમાં તોફાનો અને હિંસા કરાવવાના મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે અને તેના તાર હૈદરાબાદ સાથે પણ જોડાઈ રહ્યાં છે. 

દિલ્હી: હિંસાની અફવા ફેલાવવા પાછળ મોટા ષડયંત્રનો ખુલાસો, હૈદરાબાદ અને PAK સાથે જોડાયેલા છે તાર 

નવી દિલ્હી: દિલ્હીમાં તોફાનોની અફવાઓ ફેલાવવા પાછળ મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. ગુપ્તચર એજન્સીઓએ સોશિયલ મીડિયા પર એક્ટિવ એવા એકાઉન્ટ્સની યાદી તૈયાર કરી છે કે જેના દ્વારા સોશિયલ મીડિયા પર ફેક વીડિયો અપલોડ થઈ રહ્યાં છે. ઝી ન્યૂઝને મળેલી Exclusive જાણકારી મુજબ દિલ્હીમાં રવિવારે સાંજે જે અફવાઓ ફેલાવવામાં આવી હતી તેની પાછળ દેશમાં તોફાનો અને હિંસા કરાવવાના મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે અને તેના તાર હૈદરાબાદ સાથે પણ જોડાઈ રહ્યાં છે. 

સુરક્ષા એજન્સીઓ સાથે સંકળાયેલા એક અધિકારીની જણાવ્યાં મુજબ "દિલ્હીમાં માહોલ ખરાબ કરવા માટે હૈદરાબાદના વિદ્યાર્થીઓની મદદ લેવાઈ રહી છે. તેમણે ફેસબુક અને ટ્વીટર પર કયા કયા મેસેજ કરવા તે તેમને જણાવવામાં આવી રહ્યું છે અને તે માટે કયા હેશટેગ વાપરવા તે પણ તેમને જણાવાય છે."

જે હેશટેગથી આ ફેક મેસેજને અપલોડ કરવામાં આવી રહ્યાં છે તે છે  #ShaheenBagh #DelhiPoliceMurders #JusticeforFaizan है. Alternative Hashtags में #AAPsharamkaro #AmitShahResign #AmitShahIstifaDo #DelhiPogrom #DelhiViolence2020 #GoBackAmitShah. જેને સતત ટ્રેન્ડ કરાવવાની કોશિશ થઈ રહી છે. 

જુઓ LIVE TV

ગુપ્તચર  એજન્સીઓના સૂત્રોના જણાવ્યાં મુજબ પાકિસ્તાન સરકારના ઓફિશિયલ ટ્વીટર દ્વારા પણ ભારતમાં મુસલમાનોને ભડકાવવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. ઝી ન્યૂઝ પાસે એવા અનેક ફેક મેસેજની પૂરી જાણકારી છે જે સામાન્ય માણસોને ભડકાવવા માટે ઉપયોગમાં લેવાઈ રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news