નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) ના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) ના રેપ ઈન ઈન્ડિયા (Rape in India) વાળા નિવેદન પર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman)  તેમને આડેહાથ લીધા છે. સીતારમણે આજે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે રાહુલ ગાંધીનું આ નિવેદન મહિલાઓના સન્માન અને ગરિમા પર ઘા કરનારા છે. શરમની વાત છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મહિલાઓની ગરિમાને ભૂલી જવાની વાત કરે છે. આ અગાઉ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani) એ રાહુલ ગાંધીના રેપ ઈન ઈન્ડિયાવાળી ટિપ્પણી પર આજે તેમને આડે હાથ લીધા હતાં અને તેને દુ:ખદ ગણાવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતા દુષ્કર્મ પર રાજકારણ રમી રહ્યા છે. સ્મૃતિ ઈરાનીએ રાહુલના માતા અને કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને રાહુલને સલાહ આપવા અને તેમનું માર્ગદર્શન કરવાનો આગ્રહ કર્યો છે. સ્મૃતિએ પૂર્વ કોંગ્રેસ પ્રમુખ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પણ માગણી કરી. અત્રે જણાવવાનું કે રાહુલ ગાંધીએ ગુરુવારે ઝારખંડની એક ચૂંટણી રેલીને  સંબોધતા વડાપ્રધાન મોદીના પ્રોજેક્ટ મેક ઈન ઈન્ડિયા પર કટાક્ષ કરતા કહ્યું હતું કે પહેલા 'મેક ઈન ઈન્ડિયા' હતું પરંતુ હવે તે 'રેપ ઈન ઈન્ડિયા' બની ગયું છે. 


આંધ્ર પ્રદેશ વિધાનસભામાં 'દિશા' બિલ પાસ, દુષ્કર્મીઓને 21 દિવસમાં થશે સજા


માફીનો તો સવાલ જ નથી-રાહુલ ગાંધી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઝારખંડની એક રેલીમાં 'રેપ ઈન ઈન્ડિયા (Rape in India)' ટિપ્પણી પર માફી માંગવાની આજે ના પાડી દીધી. તેમણે કહ્યું કે 'આ તેમનો (ભાજપ સરકાર) મુખ્ય મુદ્દા પરથી ધ્યાન હટાવવાનું માત્ર એક બહાનું છે.' રાહુલે સંસદમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે મેં માત્ર એટલું જ કહ્યું કે 'વડાપ્રધાન હંમેશા 'મેક ઈન ઈન્ડિયા'ની વાતો કરે છે પરંતુ જ્યારે પણ આપણે અખબાર ખોલીએ છીએ ત્યારે સમગ્ર ભારતમાં આપણને ફક્ત રેપ અંગે વાચવા મળે છે. ભાજપ શાસિત દરેક રાજ્યમાં રેપના અહેવાલો છે. '


રાહુલ ગાંધીના 'રેપ કેપિટલ' નિવેદન પર સંસદમાં ભારે હંગામો, ભાજપે કહ્યું 'માફી માંગે'


તેમણે એક ટ્વીટ કરીને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યાં. રાહુલે વિવાદાસ્પદ નાગરિકતા સંશોધન વિધેયક 2019 પાસ થયા બાદ પૂર્વોત્તર રાજ્યમાં જે હાલત પેદા થયા અને ભારતની અર્થવ્યવસ્થાને નષ્ટ કરવા બદલ તેમની પાસે માફીની પણ માગણી કરી. કેરળના વાયનાડથી સાંસદ રાહુલે ટ્વીટ કરીને કહ્યું કે 'પૂર્વોત્તર રાજ્યોને ભડકે બાળવા અને ભારતની અર્થવ્યવસ્થાને નષ્ટ કરવા બદલ મોદીજીએ માફી માંગવી જોઈએ.' 


Citizenship Amendment Bill: મહારાષ્ટ્રમાં પણ લાગુ નહીં થાય, ઉદ્ધવ સરકારના મંત્રીએ આપ્યા સંકેત 


આ અગાઉ રાહુલ ગાંધીના આ નિવેદન પર લોકસભામાં પણ ભારે હોબાળો મચ્યો. ભાજપના સાંસદોએ નિવેદનની ટીકા કરી અને રાહુલ ગાંધી પાસે માફીની માગણી કરી હતી. આ મુદ્દો સંસદીય મામલાના રાજ્યમંત્રી અર્જૂનરામ મેઘવાલે ઉઠાવ્યો હતો. આ અગાઉ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ 13 ડિસેમ્બર 2001ના રોજ થયેલા સંસદ પરના હુમલામાં પોતાના પ્રાણની આહૂતિ આપનારા સુરક્ષાકર્મીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. મેઘવાલે કહ્યું કે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મેક ઈન ઈન્ડિયા'ના નારાને 'રેપ ઈન ઈન્ડિયા' બનાવી દીધુ.


તેમણે કહ્યું કે શું તેઓ લોકોને ભારતમાં દુષ્કર્મ કરવા માટે બોલાવી રહ્યાં છે? તેનો અર્થ શું છે? આ શરમજનક છે. તેમણે દેશના લોકો પાસે માફી માંગવી જોઈએ. ત્યારબાદ ભાજપના સદસ્ય અને પશ્ચિમ બંગાળના સાંસદ લોકેટ ચેટર્જીએ રાહુલ ગાંધીના નિવેદનની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ઈચ્છે છે કે લોકો ભારતમાં મહિલાઓ સાથે દુષ્કર્મ કરે? શું આ તેમની સોચ છે?


આ VIDEO પણ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


 દેશના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....