બિહાર ચૂંટણી: 19 લાખ યુવાઓને રોજગાર, વિનામૂલ્યે કોરોનાની રસી, જાણો ભાજપના `સંકલ્પ`
બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election) ઢૂંકડી છે. ભાજપે આજે પોતાનું ઘોષણાપત્ર બહાર પાડ્યું. ભાજપના સંકલ્પ પત્રને નાણામંત્રી નિર્મલા સીતારમણે લોન્ચ કર્યું.
પટણા: બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election) ઢૂંકડી છે. ભાજપે આજે પોતાનું ઘોષણાપત્ર બહાર પાડ્યું. ભાજપના સંકલ્પ પત્રને નાણામંત્રી નિર્મલા સીતારમણે લોન્ચ કર્યું. આ અવસરે નાણામંત્રી નિર્મલા સીતારમણ ઉપરાંત બિહાર ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય, કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે, બિહાર સરકારના કૃષિ મંત્રી પ્રેમકુમાર, બિહાર સરકારના મંત્રી નંદકિશોર યાદવ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સંજય જયસ્વાલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી રાધામોહન રાવ, સાંસદ વિવેક ઠાકુર મંચ પર જોવા મળ્યા.
પોખરણમાં ખતરનાક 'નાગ' એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલનું સફળ પરીક્ષણ, જાણો ખાસિયતો
TRP કૌભાંડની તપાસ CBIને સોંપાયાના ગણતરીના કલાકોમાં મહારાષ્ટ્ર સરકારે લીધો મોટો નિર્ણય
અત્રે જણાવવાનું કે બિહારમાં ભારતીય જનતા પાર્ટી જેડીયુ સાથે મળીને ચૂંટણી લડી રહી છે. જેડીયુ તરફથી પહેલા જ સાત નિશ્ચયની વાત કરાઈ છે અને એનડીએનું એક જોઈન્ટ વિઝન ડોક્યુમેન્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે એનડીએની સરકાર બનશે તો પણ નીતિશકુમાર જ મુખ્યમંત્રી રહેશે.
ઘોષણાપત્ર લોન્ચ કર્યાના અવસરે કૃષિમંત્રી પ્રેમકુમારે કહ્યું કે ભાજપ જે કહે છે તે કરે છે. જે સંકલ્પપત્ર બહાર પાડવામાં આવ્યું છે તે કોઈ પણ સંજોગોમાં પૂરું કરાશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube