ઇફ્તાર દાવતમાં હાજરી મુદ્દે ગિરિરાજના કટાક્ષ અંગે નીતીશનો વળતો પ્રહાર
બિહારમાં અલગ અલગ રાજનીતિક દળો દ્વારા આયોજીત ઇફ્તાર પાર્ટી અંગે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહના કટાક્ષ અંગે મંગળવારે મુખ્યમંત્રી નીતીશ કુમારે વળતો પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, ગિરિરાજ આ બધુ મીડિયાનું ધ્યાન મેળવવા માટે કરી રહ્યા છે. બીજી તરફ ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને ફોન કરીને સલાહ આપી છે. તેમણે સિંહને વિવાદિત ટ્વીટ કરતા દુર રહેવા માટે જણાવ્યું છે.
પટના : બિહારમાં અલગ અલગ રાજનીતિક દળો દ્વારા આયોજીત ઇફ્તાર પાર્ટી અંગે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહના કટાક્ષ અંગે મંગળવારે મુખ્યમંત્રી નીતીશ કુમારે વળતો પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, ગિરિરાજ આ બધુ મીડિયાનું ધ્યાન મેળવવા માટે કરી રહ્યા છે. બીજી તરફ ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને ફોન કરીને સલાહ આપી છે. તેમણે સિંહને વિવાદિત ટ્વીટ કરતા દુર રહેવા માટે જણાવ્યું છે.
રાજસ્થાન કોંગ્રેસમાં અસંતોષ: ગહલોતે કહ્યું પાયલોટ જોધપુર હારની જવાબદારી તો સ્વિકારે
લોકસભા પરાજય બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસનું સંકટ વધ્યું, 10 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં
ગિરિરાજે મંગળવારે એલજેપી પ્રમુખ રામવિલાસ પાસવાન અને હિન્દુસ્તાની અવામ મોર્ચા સેક્યુલરના રાષ્ટ્રીય અધ્યક્ષ જીતન રામ માંઝીની ઇફ્તાર દાવત જેમાં નીતીશનો પણ સમાવેશ થાય છે, તેની તથા જેડીયુની ઇફ્તાર દાવતની તસ્વીરને ટ્વિટર પર નાખવાની સાથે જ તેમ કહ્યું કે, કેટલી સુંદર તસ્વીર હોત તો તેઓ આટલી જ સારી રીતે નવરાત્રીમાં ફળાહારનું આયોજન કર્યું હોત અને સુંદર સુંદર તસ્વીરો આવત ? પોતાનાં કર્મ ધર્મમાં આપણે પછાત કેમ થઇ જઇએ છીએ અને દેખાડામાં આગળ રહીએ છીએ.
પશ્ચિમ બંગાળ: નગર નિગમની ચૂંટણીમાં ભાજપનું 26-0થી ક્લિન સ્વિપ, TMCના સુપડા સાફ
દારુલ ઉલુમનો નવો ફતવો: ઇદનાં દિવસે ગળે મળવું ઇસ્લામ વિરુદ્ધ, ગળે મળવાનું ટાળો !
જેડીયુનાં અનેક નેતાઓએ સંભાળ્યો મોર્ચો
ગિરિરાજનાં આ કટાક્ષ અંગે જેડીયુના વરિષ્ઠ નેતા અને ભવન નિર્માણ મંત્રી અશોક ચૌધરીએ કહ્યું કે, તેમની એટલી હેસિયત નથી કે તેઓ આપણા નેતા નીતીશ કુમારને કોઇ સલાહ આપે.તેમણે કહ્યું કે, તેઓ ગિરિરાજ સિંહ છે જે ચૂંટણીના સમયે નીતીશજીને 10 વખત ફોન કરતા હતા અને પોતાની તરફ પ્રચાર કરવા માટે આગ્રહ કરતા હતા. ચૌધરીએ કહ્યું કે, આજે તેઓ જે 4.5 લાખ વોટથી જીતીને સંસદમાં પોહંચ્યા અને મંત્રી બન્યા છે તે નીતીશ કુમારની જ દેન છે.
જમ્મુ કાશ્મીર સીમાંકન સમિતીની રચના કરી શકે છે મોદી સરકાર, સીટોનું ભુગોળ બદલાશે
ભારતીય વાયુસેનાના અરૂણાચલમાં ખોવાયેલા વિમાન AN-32ની 24 કલાક બાદ પણ કોઈ ભાળ નહીં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં યોગ્ય સ્થાન નહી મળવાથી ભાજપથી જેડીયુ નારાજ હોવાની ચર્ચા વચ્ચે ચૌધરીએ ગિરિરાજ પર પોતાને હિન્દુ સમુદાયનાં મોટા નેતા ગણાવવાનાં ચક્કરમાં કંઇ પણ જેમ તેમ નિવેદનબાજી કરવાની આદત હોવાનો આરોપ લગાવ્યો.