પટણા: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ  રાજપૂત (Sushant Singh Rajput) ની કથિત આત્મહત્યાના કેસમાં દરરોજ નવા વળાંક આવી રહ્યાં છે. તપાસ માટે મુંબઈ પહોંચેલા પટણા સિટી એસપી વિનય તિવારીને બીએમસીએ જબરદસ્તીથી ક્વોરન્ટાઈન કર્યા હોવાની ખબર સામે આવી ત્યારબાદ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર (NitishKumar) નું નિવેદન  સામે આવ્યું છે. તેમણે તેને ખોટું ગણાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીતિશકુમારે કહ્યું કે આ કેસની તપાસ માટે મુંબઈ પહોંચેલી બિહાર પોલીસ સાથે મુંબઈમાં ખોટો વર્તાવ થયો છે. આ કોઈ રાજકીય કેસ નથી જેને ઉછાળવામાં આવે અને તેના પર રાજકારણ રમાય. આ કેસની તપાસમાં મુંબઈ પોલીસે સહયોગ કરવો જોઈએ. 


નીતિશકુમારે કહ્યું કે "જે પણ કઈ થયું તે નહતું થવું જોઈતું. આ રાજકીય નથી. બિહાર પોલીસ પોતાની ફરજ બજાવી રહી છે. અમારા ડીજીપી તેમની સાથે વાત કરશે."


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube