Nitish Kumar Resigns: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મોટું પગલું ભરતાં રવિવારે (28 જાન્યુઆરી) ના રોજ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. જેડીયુ ધારાસભ્ય દળની બેઠક બાદ તેઓ રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને મળ્યા અને રાજીનામું સુપરત કર્યું હતું. આ સાથે બિહારમાં આરજેડી, જેડીયુ, કોંગ્રેસ અને ડાબેરીઓનું ગઠબંધન તૂટી ગયું છે. હવે નીતીશ કુમાર ભાજપના સમર્થન સાથે સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કુલીએ રેલવેના વાઇ-ફાઇની મદદથી કરી UPSC ની તૈયારી અને બની ગયા IAS ઓફિસર
Bihar Political Crisis Live: રાજભવન પહોંચ્યા નીતીશ કુમાર, રાજ્યપાલને આપ્યું રાજીનામુ


નીતિશ કુમારે શું કહ્યું?
રાજીનામા બાદ નીતિશ કુમારે કહ્યું કે ત્યાં બધુ બરાબર ચાલી રહ્યું નથી. દોઢ વર્ષ સુધી ગઠબંધન હતું, ત્યાં સ્થિતિ સારી નહોતી, કોઈ કામ થઈ રહ્યું ન હતું. હું નવા ગઠબંધનમાં જઈ રહ્યો છું. નવી સરકારમાં નીતીશ કુમાર મુખ્યમંત્રી રહેશે. તેમની સાથે ભાજપના બે નેતા ડેપ્યુટી સીએમ બનશે. ડેપ્યુટી સીએમ કોણ બનશે તે અંગે સસ્પેન્સ યથાવત છે. જોકે સૂત્રોનું કહેવું છે કે સુશીલ મોદી અને રેણુ દેવી નાયબ મુખ્યમંત્રી બની શકે છે.


Vidhara: વનવગડાનું આ ફૂલ એકઝાટકે દૂર કરશે જાતિય નબળાઇ, રોમેન્ટિક બની જશે રાતો
મોટા મોટા બિલેનિયર તિજોરીમાં રાખે છે હારસિંગાર ફૂલ?આ ફૂલના ટોટકાના છે ચમત્કારી ફાયદા


નીતિશ કુમાર આજે સાંજે 4 વાગ્યે નવી સરકારમાં મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. આ 9મી વખત હશે જ્યારે નીતિશ કુમાર મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સૂત્રોએ જણાવ્યું કે 6 થી 8 નેતાઓ મંત્રી તરીકે શપથ લઈ શકે છે. જીતન રામ માંઝીની પાર્ટી હમને પણ નવી સરકારમાં સામેલ કરવામાં આવશે. માંઝી પોતાનો સમર્થન પત્ર નીતીશ કુમારને સોંપશે.


વિપક્ષી ગઠબંધન માટે આંચકો!
લોકસભા ચૂંટણી પહેલા નીતીશ કુમારના આ પગલાને ભારતમાં વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. જોકે નીતીશ કુમારને ઈન્ડિયા એલાયન્સના આર્કિટેક્ટ માનવામાં આવે છે. શુક્રવારે જ જેડીયુ સાથે સંકળાયેલા સૂત્રોએ કહ્યું હતું કે નીતીશ કુમાર ભારત ગઠબંધનના સંયોજક ન બનાવવા અને સીટ વહેંચણીમાં વિલંબથી નારાજ છે.


હાર્ટ અને લીવર માટે સંજીવની બુટ્ટી છે આ રોકડીયો પાક, ખેતી કરી કરો 3 થી 4 ગણો નફો
વેરાન વિસ્તારમાં પણ ખેતી કરી રળો તગડો નફો, ગંભીર બિમારીઓ માટે રામબાણ છે આ ફળ


આરજેડી ધારાસભ્યોની અપીલ
નીતીશ કુમાર ભાજપમાં જોડાતાની સાથે જ લાલુ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના ઘણા ધારાસભ્યોએ કહ્યું કે સરકાર બનાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ. રાજ્યમાં સરકાર બનાવવા માટે 122 ધારાસભ્યોની જરૂર છે. આરજેડી પાસે 115 ધારાસભ્યો છે.


સંકટ ચોથ: આ મંત્રનો જાપ કરવામાં 15 દિવસમાં પૂર્ણ ગમે તેવી મનોકામના! જાણો ઉપાય
Sakat Chauth 2024: સંકટ ચોથ પર 100 વર્ષ બની રહ્યા છે 2 સંયોગ,આ 3 રાશિઓને બલ્લે બલ્લે


બિહારમાં સીટોનું સમીકરણ
બિહારમાં સૌથી મોટી પાર્ટી આરજેડી છે. ભાજપના 78 ધારાસભ્યો, JDU 45 અને HAM પાસે ચાર ધારાસભ્યો છે. આ ત્રણેય પક્ષોના ધારાસભ્યોની કુલ સંખ્યા 127 છે. સરકાર બનાવવા માટે 122 સીટોની જરૂર છે.


Sarkari Naukri: ISRO માં નિકળી વેકન્સી, મળશે 81,000 રૂપિયા પગાર, જાણો યોગ્યતા
ભારતીય વાયુ સેનામાં જોડાવાની તક, આ તારીખ સુધી કરી શકશો ઓનલાઈન અરજી


હાલમાં આરજેડી પાસે 79, કોંગ્રેસના 19, સીપીઆઈ (એમએલ) 12, સીપીએમ 2, સીપીઆઈ બે અને એઆઈએમઆઈએમ એક ધારાસભ્ય છે. તેમની કુલ સંખ્યા 115 છે. એક ધારાસભ્ય અપક્ષ છે.