મોટા મોટા બિલેનિયર તિજોરીમાં રાખે છે હારસિંગારનું ફૂલ? આ ટોટકાના છે ચમત્કારી ફાયદા

Significance of Harsingar Plant: પૂજા સમયે મા લક્ષ્મીને હારસિંગારનું ફૂલ ચઢાવો. 5 હારસિંગારના ફૂલને સૂકવીને પીળા કપડામાં બાંધીને રૂપિયા પાસે રાખો અથવા તિજોરીમાં રાખો. તમે આ કરશો પછી તરત જ ચમત્કાર જોવા મળશે. તેનાથી ધનલાભનો યોગ બનશે અને રૂપિયા પણ તમારી પાસે રહેશે. હારસિંગારનો છોડ ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધિ વધે છે.

મોટા મોટા બિલેનિયર તિજોરીમાં રાખે છે હારસિંગારનું ફૂલ? આ ટોટકાના છે ચમત્કારી ફાયદા

Maa Lakshmi Favourite Flower: પૈસા કોને નથી ગમતા. કમાવવા માટે વ્યક્તિ જીવનભર મહેનત કરે છે.  અને રૂપિયા હોવા છતાં બધાની પાસે રહેતા નથી. તેની પાછળનું કારણ દેવી લક્ષ્મીની કૃપા ના મળવાનું હોઈ શકે છે. હિન્દુ ધર્મમાં મા લક્ષ્મીને ધનની દેવી કહેવાય છે. એવામાં કોઈ એવું કામ, ઉપાય અથવા પૂજા કરવી જોઈએ, જેનાથી મા લક્ષ્મી ખુશ રહે. 

એવું માનવામાં આવે છે કે લક્ષ્મીજીને હારસિંગારનાં ફૂલ ખૂબ જ પ્રિય છે, તેને અર્પણ કરવાથી તે પ્રસન્ન થાય છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ ફૂલ લક્ષ્મી માતાને ખુબ જ પ્રિય છે. કહેવાય છેકે, જો ફૂલ તમે તમારી તિજોરીમાં રાખો તો તિજોરી સતત પૈસાથી ભરાતી રહે છે. ત્યારે સહજ રીતે એક સવાલ એ પણ થાય કે શું દેશના જાણીતા ઉદ્યોગપતિ અંબાણી અને અદાણી પણ પોતાની તિજોરીમાં આ ફૂલ રાખતા હશે....?

ધન લાભ-
પૂજા સમયે મા લક્ષ્મીને હારસિંગારનું ફૂલ ચઢાવો. 5 હારસિંગારના ફૂલને સૂકવીને પીળા કપડામાં બાંધીને રૂપિયા પાસે રાખો અથવા તિજોરીમાં રાખો. તમે આ કરશો પછી તરત જ ચમત્કાર જોવા મળશે. તેનાથી ધનલાભનો યોગ બનશે અને રૂપિયા પણ તમારી પાસે રહેશે. હારસિંગારનો છોડ ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધિ વધે છે.

બીમારી-
એવું માનવામાં આવે છે કે ઘરમાં બનેલા મંદિરની પાસે હારસિંગારનો છોડ લગાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જેથી રોગ, દુ:ખ, બિમારી ઘરથી દૂર જાય છે. હારસિંગારના ફૂલોનો ગુચ્છો લઈને તેને લાલ રંગના કપડામાં બાંધીને લક્ષ્મીજીની સામે રાખવાથી નોકરી સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

દેવું-
હારસિંગારના છોડના મૂળને રૂપિયાની જગ્યાએ રાખવાથી ફાયદો થાય છે. તેને પર્સમાં પણ રાખી શકાય છે. આથી દેવામાંથી પણ મુક્તિ મળે છે. બીજી તરફ કેસરી રંગના કપડામાં હારસિંગારના 7 ફૂલ બાંધીને મા લક્ષ્મીની સામે રાખવાથી લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news