ભારતીય વાયુ સેનામાં જોડાવાની તક, આ તારીખ સુધી કરી શકશો ઓનલાઈન અરજી

Indian Air Force: ઉંચાઇ પુરૂષ ઉમેદવાર માટે ૧૫૨.૫ સેમી અને સ્ત્રી ઉમેદવાર માટે ૧૫૨ સેમી અને વજન ઊંચાઈ અને ઉંમર ના પ્રમાણમાં હોવું જોઈએ. આમ માટે રસ ધરાવતા ઉમેદવારો ૦૬ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

ભારતીય વાયુ સેનામાં જોડાવાની તક, આ તારીખ સુધી કરી શકશો ઓનલાઈન અરજી

Agniveer Recruitment: ભારતીય હવાઈદળ (ઇન્ડીયન એરફોર્સ)માં અગ્નિવીરવાયુ તરીકે જોડાવવા માટે ઇચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ જાહેરાતમાં અપરણિત પુરુષ અને મહિલા ઉમેદવારો ભાગ લઇ શકે છે. જે માટેની શૈક્ષણિક અને અન્ય લાયકાત નીચે મુજબ છે.

શૈક્ષણિક લાયકાતમાં અગ્નિવીર વાયુ જગ્યા માટેની લાયકાત ઇન્ટરમીડીયેટ/ ૧૦+૨/સમકક્ષ સાથે ગણિત ફિઝીક્સ અને અંગેજી સાથે માન્ય બોર્ડ સાથે ૫૦ ટકા માર્ક્સ મેળવેલ હોવા જોઈએ તથા અંગેજી વિષયમાં ૫૦ ટકા માર્ક્સ હોવા જોઈએ અથવા ત્રણ વર્ષનો ડીપ્લોમાં એન્જીનીયરીંગ કોર્સ( મિકેનિકલ/ઈલેક્ટ્રીકલ/ઈલેટ્રોનિક્સ/ ઓટોમોબાઇલ/કોમ્પ્યુટરસાયન્સ/ઇમેન્ટેશનટેક્નોલોજી/ઇન્ફોર્મે શન ટેક્નોલોજી/માન્ય પોલિટેકનિક ઈન્સ્ટીટ્યુટનો સાથે ૫૦ ટકા માર્ક્સ અંગેજી વિષયમા ડિપ્લોમા કોર્સ અથવા ઇન્ટરમિડિયેટ/મેટ્રીક્યુલેશનમાં હોવા જોઇએ. અથવા બે વર્ષનો વોકેશનલ કોર્સ સાથે નોન-વોકેશનલ વિષય ફિઝીક્સ અને ગણિત માન્ય સ્ટેટ એજ્યુકેશન બોર્ડ સાથે ૫૦ ટકા માર્ક્સ મેળવેલ હોવા જોઈએ તથા અંગેજી વિષયમાં ૫૦ ટકા માર્ક્સ વોકેશનલ કોર્સ સાથે અથવા ઇન્ટરમિડિયેટ/મેટ્રીક્યુલેશનમા હોવા જોઇએ.

ઉમેદવાર તા:૦૨જાન્યુઆરી ૨૦૦૪ થી ૦૨ જુલાઇ ૨૦૦૭ (બંને તારીખની વચ્ચે જન્મેલ હોવો જોઈએ)

તારીખ ૦૬ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.

ઉંચાઇ પુરૂષ ઉમેદવાર માટે ૧૫૨.૫ સેમી અને સ્ત્રી ઉમેદવાર માટે ૧૫૨ સેમી અને વજન ઊંચાઈ અને ઉંમર ના પ્રમાણમાં હોવું જોઈએ. આમ માટે રસ ધરાવતા ઉમેદવારો ૦૬ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

વધુ માહિતી માટે ઓનલાઈન WEBSITE https://agnipathvavu.cdac.in ઉપર જોઈ શકશે. તેમજ આ ભરતી રેલી સંદર્ભે ભારતીય વાયુસેનાની વેબસાઈટ પર પ્રસિદ્ધ થયેલ જાહેરાતમાં દર્શાવેલ માહિતી આખરી રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news