`મારે મોદીજીનું સન્માન કેમ ન કરવું જોઈએ? PM મોદી આલોચના કરે તો પણ સ્વાગત છે`
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા એનડીએથી અલગ થયેલી એલજેપીના બળવાખોર તેવર મુખ્યમંત્રી નીતિશકુમાર સામે ચાલુ જ છે. આ જ ક્રમમાં એલજેપી ચીફ ચિરાગ પાસવાને નીતિશકુમારને યુવા વિરોધી ગણાવી દીધા છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી રોજગારની તક આપવાની વાત તો દૂર, ચર્ચા સુદ્ધા કરતા નથી.
પટણા: બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા એનડીએથી અલગ થયેલી એલજેપીના બળવાખોર તેવર મુખ્યમંત્રી નીતિશકુમાર સામે ચાલુ જ છે. આ જ ક્રમમાં એલજેપી ચીફ ચિરાગ પાસવાને નીતિશકુમારને યુવા વિરોધી ગણાવી દીધા છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી રોજગારની તક આપવાની વાત તો દૂર, ચર્ચા સુદ્ધા કરતા નથી. ચિરાગે કહ્યું કે "મારું માનવું છે કે બિહારના સીએમએ નીતિઓને લાગુ કરવાની બંધ કરી દીધી અને સંતૃપ્ત થઈ ગયા. તેમણે યુવા નેતાઓને ફગાવી દીધા, તેમને અનુભવહીન કહ્યાં. પરંતુ તેમણે પોતે જેપી આંદોલન દરમિયાન એક યુવા કાર્યકર તરીકે શરૂઆત કરી. અમે બિહાર માટે પણ જાગૃત છીએ અને વિચારી શકીએ છીએ. રાજ્યએ તેમને પહેલા જ 15 વર્ષ આપ્યા છે."
'હું મોદીનો હનુમાન છું, તેઓ મારા હ્રદયમાં વસે છે, છાતી ચીરીને જોઈ લો'
એલજેપી નેતાએ વધુમાં કહ્યું કે "મારે મોદીજીનું સન્માન કેમ ન કરવું જોઈએ. મારા પિતા આઈસીયુમાં દાખલ હતાં ત્યારે ફક્ત તેમણે મને ટેકો આપ્યો. સીએમ એલજેપી અને ભાજપ વચ્ચે અંતર અને શપથને ચિત્રિત કરવા માટે ઉત્સુક છે. હું એમ કહીને આ ડરને દૂર કરા માંગીશ કે હું પ્રધાનમંત્રી અને ભાજપના નેતાઓની આલોચનાનું સ્વાગત કરું છું."
મોદી સરકાર દેશની એક-એક ઈંચ જમીનને બચાવવા માટે સંપૂર્ણ રીતે સજાગ: અમિત શાહ
ચિરાગે કહ્યું કે મારા હ્રદયમાં જો પ્રધાનમંત્રી છે તો મુખ્યમંત્રી ગમે તેટલી કોશિશ કરે, તે ખતમ થવાની નથી. મારા ખ્યાલથી સીએમએ તમામ પ્રચાર અભિયાનમાં એ જ બતાવી દીધુ કે બધા મારી ટીકા કરે. પરંતુ મારી બધાને વિનંતી છે કે મારી ગમે તેટલી ટીકા કરો, પણ મારી પાર્ટી..જે માતા સમાન હોય છે, જેને પિતાજીએ બનાવી છે, તેને 'વોટ કટવા પાર્ટી'નું નામ ન આપો. 'વોટ કટવા પાર્ટી' કહેવું એ મારા દિવંગત પિતાજીનું અપમાન હશે.
આસામ સરકારે મદરેસાઓ માટે લીધો વધુ એક મોટો નિર્ણય, જલદી બહાર પડશે નોટિફિકેશન
વાત જાણે એમ છે કે નાયબમુખ્યમંત્રી સુશીલકુમાર મોદીથી લઈને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર સુધીના નેતાઓએ એલજેપીને બિહારમાં વોટ કટવા પાર્ટી ગણાવી છે. ભાજપનું કહેવું છે કે એલજેપી બિહારમાં એનડીએમાંથી બહાર છે અને તે બિહારમાં માત્ર એક વોટ કટવા પાર્ટી છે.
બિહાર ચૂંટણી સંલગ્ન તમામ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube