દિવાળી પર ફોડી શકશો ફટાકડા, સુપ્રીમ કોર્ટે શરતો સાથે આપી વેચાણની મંજૂરી
સુપ્રીમ કોર્ટે ઓનલાઇન ફટાકડાના વેચાણ પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર સવારે 8 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની પરવાનગી આપવામાં આવી છે.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે દેશભરમાં લોકોને દિવાળી પર રાહતના સમાચાર આપ્યા છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે દેશભરમાં કેટલીક શરતો સાથે દિવાળી પર ફટાકડાનું વેચાણ કરવાની પરવાનગી આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશભરમાં ફટાકડાઓના વેચાણ પર સંપૂર્ણ પણે રોક લગાવવામાં આવી નથી. માત્ર લાઇસન્સ ધારક દુકાનદાર જ ફટાકડાનું વેચાણ શકશે.
વાંચવા માટે ક્લિક કરો: દિવાળીના તહેવારમાં માત્ર એક રૂપિયામાં ખરીદો સોનું, કરવો પડશે આ એપનો ઉપયોગ
જોકે સુપ્રીમ કોર્ટે ઓનલાઇન ફટાકડાના વેચાણ પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર સવારે 8 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની પરવાનગી આપવામાં આવી છે.
વાંચવા માટે ક્લિક કરો: ‘હિમ્મત હોય તો કોંગ્રેસ પ્રધાનમંત્રી પદ માટે રાહુલ ગાંધીનું નામ જાહેર કરે’
જો કે, ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવનાર માંગવાળી અરજી પર સુપ્રીમ કોર્ટે બધા પક્ષોને સાંભળ્યા બાદ તેમને નિર્ણય 28 ઓગ્સટે સુરક્ષિત કરી લીધો હતો. ત્યારે સુનાવણી દરમિયાન તમિલનાડુ સરકાર, ફટાકડા વિક્રેતાઓ અને ઉત્પાદકોએ કહ્યું હતું કે ઠંડીના મહિનામાં પ્રદુષણ ઘણા કારણોથી થાય છે. કોઇ ચોક્કસ અભ્યાસ વગર ફટાકડાને જવાબદાર ગણાવવા તે ખોટુ છે અને ફટાકડાની ગુણવત્તા સુધારવા પર કામ થવું જોઇએ.
આપને જણાવીએ કે, અર્જુન ગોપાલ સહિત અન્ય લોકોએ આ અરજી દાખલ કરી દેશમાં ફટાકડા ઉત્પાદન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. ફટાકડા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ માટેની આ અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે, 1લી નવેમ્બરથી લગ્ન સિઝન શરૂ થશે જેમાં મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવામાં આવશે જે સમય શહેરની હવા માટે સૌથી ખરાબ હોય છે.
એ પણ કહેવાયું છે કે, ફટાકડાનું વેચાણ માત્ર લગ્ન સુધી સીમિત નહીં રહે પરંતુ ફટાકડાની માંગ ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીએ પણ રહે છે. જેની અસર ઘણા દિવસો સુધી રહે છે. જેથી દેશભરમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવે છે.