કર્ણાટક: કોંગ્રેસ-જેડીએસનો કકળાટ યથાવત્ત, દેવગોડાએ કહ્યું થશે વચગાળાની ચૂંટણી
દેવગોડાએ તેમ પણ કહ્યું કે, તેઓ નથી જાણતા કે તેના પુત્ર કુમાર સ્વામીનાં નેતૃત્વવાળી કોંગ્રેસ - જેડીયુ સરકાર કેટલો સમય ચાલશે
બેંગ્લુરૂ : જનતા દળ (એસ) પ્રમુખ અને પૂર્વ વડાપ્રધાન એચ.ડી દેવગૌડાએ કર્ણાટકમાં સત્તામાં રહેલ ગઠબંધન સરકાર વચ્ચે વધી રહેલા તણાવ તરફ ઇશારો કરતા શુક્રવારે કહ્યું કે, નિશંક રાજ્યવિધાનસભા માટે મધ્યાવધી ચૂંટણી યોજાશે. દેવગૌડાએ કહ્યું કે, તેઓ નથી જાણતા કે તેમના પુત્રના નેતૃત્વ હેઠળ રહેલી કોંગ્રેસ-જેડી(એસ) સરકાર કેટલો સમય ચાલશે, સરકારની અવધી ગઠબંધનમાં રહેલા વરિષ્ઠ સહયોગીઓ પર નિર્ભર કરે છે.
ઓપરેશનથી આતંકવાદીઓમાં અફડા-તફડી, ઉશ્કેરાટમા કરી શકે છે IED વિસ્ફોટ
દેવગોડાએ પત્રકારોને કહ્યું કે, તેમાં શંકા નથી કે વચગાળાની વિધાનસભા ચૂંટણી થશે. તેઓ (કોંગ્રેસ) કહી ચુક્યું છે કે તેઓ આ સરકારને પાંચ વર્ષ સુધી સમર્થન આપશે. હું સમગ્ર ઘટનાક્રમ અને તેમના વ્યવહાર પર નજર રાખી રહ્યો છું. અમારા લોકો પણ સમજદાર છે તેમને કાંઇ પણ સમજવાની કે સમજાવવાની જરૂર નથી.
વડાપ્રધાન મોદીનો ડંકો, ટ્રમ્પ- પુતિનને પછાડી બન્યા વિશ્વના બાહુબલી નેતા
લોકસભામાં રજુ થયું નવું ત્રિપલ તલાક બિલ, સમર્થનમાં 186 મત અને વિરોધમાં 74 મત પડ્યા
દેવગોડાનું આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે કોંગ્રેસી ધારાસભ્ય દળનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત અને ગઠબંધનમાં ચાલી રહેલી સમસ્યાઓ અને તેના કારણે ગઠબંધનને થઇ રહેલા નુકસાન અંગે માહિતગાર કરવામાં આવ્યા હોવાનાં સમાચારો વહેતા થયા છે. દેવગોડાએ પોતાનાં પિતાની ટીપ્પણીથી થનાર નુકસાનને અટકાવવા માટે નિવેદન આપ્યું કે, તેમની ટીપ્પણીને ખોટી રીતે રજુ કરવામાં આવી છે, તેનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. વચગાળાની ચૂંટણીનો કોઇ સવાલ પેદા જ નથી થતો. સરકાર પોતાનાં બાકી રહેલા 4 વર્ષનો કાર્યકાળ પુર્ણ કરશે.
યોગ દિવસ: જાંબાઝ જવાનો સાથે આ કોણ કરી રહ્યું છે યોગ?, VIDEO જોઈને ખુશ થઈ જશો
દેવગોડાની ટિપ્પણી બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ બી.એસ યેદિયુરપ્પાએ કહ્યું કે, વચગાળાની ચૂંટણીની કોઇ જ જરૂરિયાત નથી. લોકો વચગાળાની ચૂંટણીને પસંદ નથી કરતા. તેમણે ભારપુર્વક જણાવ્યું કે, ભાજપ તેવું નહી થવા દે અને જરૂર પડશે તો તેઓ સરકાર બનાવશે. તો બીજી તરફ નાયબ મુખ્યપ્રધાન જી.પરમેશ્વરે કહ્યું કે, તેમને આ અંગે કોઇ માહિતી નથી કે દેવગોડાએ કયા સંદર્ભે આ ટીપ્પણી કરી છે. સુત્રો અનુસાર ખુદ દેવગોડાએ બાદમાં જણાવ્યું કે, તેમણે આ વાત લોકલ બોડિની ચૂંટણી અંગે કરી હતી.