લોકસભામાં રજુ થયું નવું ત્રિપલ તલાક બિલ, સમર્થનમાં 186 મત અને વિરોધમાં 74 મત પડ્યા

લોકસભામાં આજે નવા કેન્દ્રીય  કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે નવેસરથી ત્રિપલ તલાક બિલ રજુ કર્યું. આ બિલનો કોંગ્રેસ સહિત તમામ વિરોધી પાર્ટીઓએ વિરોધ કર્યો.

Updated By: Jun 21, 2019, 02:09 PM IST
લોકસભામાં રજુ થયું નવું ત્રિપલ તલાક બિલ, સમર્થનમાં 186 મત અને વિરોધમાં 74 મત પડ્યા

નવી દિલ્હી: લોકસભામાં આજે નવા કેન્દ્રીય  કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે નવેસરથી ત્રિપલ તલાક બિલ રજુ કર્યું. આ બિલનો કોંગ્રેસ સહિત તમામ વિરોધી પાર્ટીઓએ વિરોધ કર્યો. પરંતુ વિપક્ષના વિરોધ વચ્ચે લોકસભામાં બિલ પર મતદાન થયું. રવિશંકર પ્રસાદે કહ્યું કે "સાયરા બાનોના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે ટ્રિપલ તલાક એક પક્ષીય છે. આર્ટિકલ 15(3) કહે છે કે મહિલા અને બાળકો માટે કોઈ પણ કાયદો બનાવી શકાય છે. આજે 70 વર્ષે પણ એવો કોઈ કાયદો બન્યો નથી. આજે પણ મુસ્લિમ મહિલાઓ સાથે એવું થઈ રહ્યું છે. 229 કેસ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આવેલા છે. આથી બિલને પાસ કરવું જોઈએ."

યોગ અનુશાસન અને સમર્પણ છે, જેનું પાલન જીવનભર કરવાનું હોય છે: PM મોદી 

વોટિંગ બાદ આ બિલના સમર્થનમાં કુલ 186 મતો પડ્યાં જ્યારે વિરોધમાં 74 મત પડ્યાં. રવિશંકર પ્રસાદે બિલને રજુ કરતા કહ્યું કે આપણે સંસદ છીએ કાયદો બનાવવાનું કામ આપણું છે. કોર્ટનું કામ છે કાયદાને ઈન્ટરપ્રેટ કરવાનું. સંસદને કોર્ટ ન બનાવો. 

આ અગાઉ આ બિલને લઈને એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે આ બિલ મુસ્લિમ મહિલાઓ વિરોધી છે. જ્યારે પુરુષો જેલમાં જશે તો તેમને ભરણપોષણ ભથ્થુ કોણ આપશે? ઓવૈસીએ કહ્યું કે તમને મુસ્લિમ મહિલાઓ પ્રત્યે આટલો જ પ્રેમ છે તો સબરીમાલામાં મહિલાઓના વિરોધમાં કેમ છો? આ કેવા પ્રકારનું વલણ છે તમારું? ઓવૈસીએ  કહ્યું કે આ બિલ બંધારણની કલમ 14, 15નો ભંગ છે. તેમણે કહ્યું કે તે બંધારણની મૂળભાવનાઓ વિરુદ્ધ છે. આ બાજુ કોંગ્રેસના નેતા શશિ થરૂરે કહ્યું કે આ બિલથી મહિલાઓનું જીવન બદલાશે નહીં. 

જુઓ LIVE TV

જેડીયુનો પણ સરકારથી અલગ છે મત
આ બાજુ કેન્દ્રમાં ભાજપ સરકારના સહયોગી પક્ષ જેડીયુએ પણ આ મુદ્દે પોતાનો અલગ મત રજુ કર્યો છે. જેડીયુના મહાસચિવ કે સી  ત્યાગીનું કહેવું છે કે એનડીએમાં ત્રિપલ તલાક બિલ અંગે ક્યારેય કોઈ ચર્ચા થઈ નથી. તેમણે કહ્યું કે આ એક નાજુક મુદ્દો છે. આથી તમામ પક્ષોએ વાત કરીને સામાન્ય સહમતિ બનાવવાની કોશિશ કરવી જોઈએ. ત્યાગીએ કહ્યું કે તેમની પાર્ટી હાલના સ્વરૂપમાં ત્રિપલ તલાક બિલનું સમર્થન કરશે નહીં. તેમણે કહ્યું કે નીતિશકુમારે લો કમિશનને આ અંગે જણાવ્યું હતું. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...