ઓપરેશનથી આતંકવાદીઓમાં અફડા-તફડી, ઉશ્કેરાટમા કરી શકે છે IED વિસ્ફોટ

જમ્મુ કાશ્મીર પોલીસનો એક ભાગેડુ કોન્સ્ટેબલ આતંકવાદીઓને આઇઇડીની ટ્રેનિંગ આપી રહ્યો છે, આતંકવાદીએ હવે સિલિન્ડરથી બનેલા આઇઇડીનો ઉપયોગ કરવાની તૈયારીમાં છે

ઓપરેશનથી આતંકવાદીઓમાં અફડા-તફડી, ઉશ્કેરાટમા કરી શકે છે IED વિસ્ફોટ

નવી દિલ્હી : આતંકવાદીઓ હવે કાશ્મીર ખીણમાં Improvised Explosive Device (IED) ને પોતાનું હથિયાર બનાવી રહ્યા છે. જમ્મુ કાશ્મીર પોલીસનો એક ભાગેડુ સિપાઇ તેમને આઇઇડી બનાવવાની ટ્રેનિંગ આપી રહ્યો છે. આતંકવાદી સુરક્ષાદળો પર હુમલા માટે ગેસ સિલિન્ડરથી બનેલા આઇઇડીનો પણ ઉપયોગ કરવાની તૈયારીમાં છે. ગત્ત બે વર્ષમાં સુરક્ષાદળોની જબરદસ્ત કાર્યવાહીથી આતંકવાદીઓમાં અફડા તફડી મચેલી છે. 

લોકસભામાં રજુ થયું નવું ત્રિપલ તલાક બિલ, સમર્થનમાં 186 મત અને વિરોધમાં 74 મત પડ્યા
આ કાર્યવાહીમાં ન માત્ર આતંકવાદીઓનાં લગભગ તમામ મોટા કમાન્ડર ઠાર મરાયા છે, પરંતુ તેમની પાસે હથિયારોની પણ જબરદસ્ત અછત પેદા થઇ છે. આ સ્થિતીમાં તેઓ સુરક્ષા દલો સાથે સીધા ઘર્ષણની સ્થિતીમાં નથી. જેના પગલે હવે તેઓ આઇઇડીને પોતાનું હથિયાર બનાવી રહ્યા છે. થોડા દિવસો અગાઉ દક્ષિણ કાશ્મીરનાં પુલવામામાં 44 રાષ્ટ્રીય રાઇફલ્સ પર હુમલા માટે ગાડીમાં આઇઇડી મુકીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. 

ટ્રેનના એક પછી એક 23 ડબ્બા મહિલા ઉપરથી પસાર થયા, જોનારાને તમ્મર આવી જાય એવો છે VIDEO 
આ હુમલામાં 2 સૈનિકો શહીદ થઇ ગયા પરંતુ ડ્રાઇવરની સતર્કતાને કારણે બીજા 10 સૈનિકોનાં જીવ બચી ગયા હતા. ગુપ્ત એજન્સીઓનાં સમાચાર અનુસાર આતંકવાદી ડડસુર-અવંતિપુરા- પુલવામા માર્ગ પર આઇઇડી દ્વારા હુમલાનું કાવત્રુ રચી રહ્યા છે. આ માર્ગથી પણ સુરક્ષાદળોની ગાડીઓ પર આવવા જવાનું રહે છે. ]

રાષ્ટ્રપતિના ભાષણ વખતે એવા તે કયા અઘરા શબ્દોનો અનુવાદ કરી રહ્યાં હતાં રાહુલ ગાંધી?
આતંકવાદીઓ આઇઇડીમાં ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવાની તૈયારીમાં છે. ગેસ સિલિન્ડરને જો કોઇ વિસ્ફોટક સાથે લગાવી દેવામાં આવે તો તે ઘાતક સાબિત થઇ શકે છે. બીજુ મહત્વનું છે કે આતંકવાદીઓને એક આઇઇડી એક્સપર્ટ મળી ચુક્યો છે. હાલનાં જ આતંકવાદીઓનાં એક પ્રોપેગેન્ડા વીડિયોમાં કેટલાક આતંકવાદીઓને આઇઇડી બનાવતા દેખાડવામાં આવ્યા છે. તેમાં એક આતંકવાદી જહાગીર મલિક ઉર્ફે હરિસ છે જે પહેલા જમ્મુ કાશ્મીર પોલીસમાં સિપાહી હતો. ત્યાર બાદ તે અચાનક ગુમ થઇ ગયો હતો. હવે તે આતંકવાદીઓ સાથે ભળી ગયો હોવાની વાત પાક્કી થઇ ચુકી છે. જહાંગીર આઇઇડી બનાવવામાં માસ્ટર હોવાનું માનવામાં આવે છે. ગુપ્તચર એજન્સીઓનાં અનુસાર આતંકવાદી અજીનાપુર, તુર્કવંગમ, જૈનપુરા, છત્રગામ, શોપિયાનાં રસ્તા પર હુમલાઓ કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news