નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના ઘોષણાપત્રમાં ભાજપે સ્વસંત્રતા સેનાની વીર સાવરકરને (Veer Savarkar) ભારત રત્ન સન્માન (Bharat Ratna) આપવાનું વચન આપ્યું હતું. લોકસભામાં (Loksabha) આ સંબંધમાં પૂછાયેલા એક સવાલ પર સરકારે (Goverament) પોતાની પ્રતિક્રિયા આપી છે. ગૃહ મંત્રાલયે ગૃહમાં આવેલી જાણકારીમાં વીર સાવરકરને ભારત રત્ન આપવાને લઈને સ્પષ્ટ રીતે કશું ન કહ્યું, પરંતુ તે સ્પષ્ટ કર્યું કે, તેના માટે કોઈ ભલામણની જરૂર નથી. મંત્રાલયે કહ્યું, 'ભારત રત્ન સન્માન માટે અલગ-અલગ વર્ગો તરફથી હંમેશા ભલામણો આવતી રહે છે, પરંતુ તેના માટે કોઈ ઔપરાચિક ભલામણની જરૂર રહેતી નથી. ભારત રત્નને લઈને સમય-સમય પર નિર્ણય થતાં રહે છે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે ભારત રત્ન દેશનો સર્વોચ્ચ નાગરિત પુરસ્કાર છે અને દર વર્ષે વડાપ્રધાન રાષ્ટ્રપતિને તેના માટે ભલામણ કરે છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપે જાહેરાત કરી હતી કે સત્તામાં આવ્યા બાદ તે વીર સાવરકરના નામની ભલામણ ભારત રત્ન માટે કરશે. પરંતુ શિવસેના અલગ થવાને કારણે મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર બનાવી શક્યું નથી. 


હિંદુત્વ પર પોતાના વિચારો માટે ચર્ચિત રહેલા ક્રાંતિકારી વિનાયક દામોદર સાવરકર હિંદુ મહાસભા સાથે જોડાયેલા હતા. મહારાષ્ટ્રમાં વીર સાવરકરનું નામ આદરથી લેવામાં આવે છે. ખાસ કરીને હિંદુત્વની વિચારધારાથી જોડાયેલા રાજકીય અને સામાજીક દળ સાવરકરને પોતાનો આદર્શ માનતા રહ્યાં છે. 


બંગાળમાં અલ્પસંખ્યકોની સ્થિતિ સૌથી ખરાબ, મમતા જણાવી ભાજપ ત્યાં 18 સીટ કેમ જીત્યું: ઓવૈસી 


સાવરકરના પૌત્રએ કહ્યું, ઈન્દિરા ગાંધી હતી અનુયાયી
સાવરકરના પૌત્ર રંજીતે શુક્રવારે દાવો કર્યો હતો કે ઈન્દિરા ગાંધી પણ સાવરકરની સમર્થક હતી. તેમણે કહ્યું, 'ઈન્દિરા પાકિસ્તાનને ઘુંટણા ટેકવ્યા, સેના અને કુટનીતિક સંબંધોને મજબૂત કર્યાં, પરમાણુ પરિક્ષણ કરાવ્યું. આ તમામ વાતો નેહરૂ અને ગાંધીની વિચારધારાથી અલગ હતી.'


લેટેસ્ટ ન્યૂઝ જાણો,  જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube