ભારતે બનાવ્યું દબાણ, LAC પર તણાવ ઘટ્યો, ગલવાન ઘાટીમાં 2 કિમી પાછળ હટી ચીની સેના
રિપોર્ટ પ્રમાણે ચીની સેના 2 કીમી અને ભારતીય સેના પોતાની જગ્યાએથી 1 કિમી પાછળ હટી છે. અહીંના ફિંગર ફોર વિસ્તારમાં ઘણા સપ્તાહથી બંન્ને દેશોની સેના એકબીજાની સામે હતી.
નવી દિલ્હીઃ લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનની સેનાઓ થોડી પાછી હટી ગઈ છે. રિપોર્ટ પ્રમાણે ચીની સેના 2 કીમી અને ભારતીય સેના પોતાની જગ્યાએથી 1 કિમી પાછળ હટી છે. અહીંના ફિંગર ફોર વિસ્તારમાં ઘણા સપ્તાહથી બંન્ને દેશોની સેના એકબીજાની સામે હતી.
ગલવાન ઘાટીમાં ફોર ફિંગર વિસ્તારમાં ભારત અને ચીની સેનાઓ વચ્ચે કેટલાક સમયથી તણાવ બનેલો હતો. અહીંના પૌંગોન્ગ વિસ્તાર સૌથી વધુ વિવાદમાં છે. 6 જૂને બંન્ને દેશો વચ્ચે જે બેઠક થવાની છે, તેમાં પૈંગોન્ગ પર વધુ ફોકસ રહેવાની સંભાવના છે. ચીની સેના ફિંગર ફોર વિસ્તારમાં ઘણા સપ્તાહથી રહેતી હતી જે ભારતના નિયંત્રણમાં છે.
મહત્વનું છે કે લદ્દાખ સરહદી વિસ્તારમાં ચીનની સેના પોતાની શક્તિ દેખાડવાનો પ્રયાસ કરી રહી હતી. પરંતુ હજુ સુધી આ તણામ ઓછો થઈ શક્યો નથી. એકવાર ફરી બંન્ને દેશોની સેના વાતચીત કરવા જઈ રહી છે. આ બેઠક 6 જૂને યોજાવાની છે. બેઠકમાં બંન્ને સેનાઓના લેફ્ટિનેન્ટ જર્નલ રેન્કના અધિકારીઓ ભાગ લેશે. આ બેઠક ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદને જોતા ખુબ મહત્વપૂર્ણ છે. આ બેઠકમાં ભારત તરફથી લેહ સ્થિપ 14 કોર્પ કમાન્ડરનું ડેલીગેશન લીડ કરશે. આ ઉચ્ચ સ્તરીય બેઠક સરહદ પર તણાવ ઓછો કરવા માટે ખુબ મહત્વની માનવામાં આવી રહી છે.
વિદેશથી પરત ફર્યા ભારતીય ધ્યાન આપો: દેશમાં તમારી નોકરી પાક્કી! તૈયારીમાં લાગી સરકાર
પૂર્વી લદ્દાખમાં આ વિવાદ મેની શરૂઆતથી ચાલી રહ્યો છે. લદ્દાખે એલએસી પર ભારત તરફથી રોડ નિર્માણનું કામ કરાવવામાં આવી રહ્યું હતું, જેનો ચીને વિરોધ કર્યો. ત્યારબાદ 5 મેએ પૈંન્ગોગ લેક પર બંન્ને સૈનિક વચ્ચે ટકરાવ જોવા મળ્યો હતો. તેમાં જવાન પણ ઈજાગ્રસ્તથયા હતા. ત્યારબાદ ચીને વિસ્તારમાં સક્રિયતા વધારી દીધી અને સૈનિકોની તૈનાતીની સાથે તંબૂ પણ લગાવી દીધો હતો. એલએસી પર ચીનની આ હરકતનો ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો અને તે પણ અડગ રહ્યાં હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર