કર્ણાટક: બળવાખોર ધારાસભ્યો સાથે મુલાકાત બાદ સ્પીકરે કહ્યું સુપ્રીમને મોકલીશ વીડિયો
સ્પીકર રમેશે બળવાખોર ધારાસભ્યો સાથે મુલાકાત બાદ કહ્યું કેટલીક ચેનલો મારા પર મોડી કાર્યવાહીનો આરોપો લગાવી રહ્યા છે તે ખોટા છે
બેંગ્લુરૂ : કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ હજી સુધી યથાવત્ત છે. વિધાનસભા સ્પીકર કે.આર રમેશકુમારે બળવાખોર ધારાસભ્યોનાં રાજીનામા અંગે હજી સુધી કોઇ જ નિર્ણય લેવાયો નથી. બીજી તરફ બળવાખોર ધારાસભ્યોને મળ્યા બાદ તેમણે મીડિયા સાતેની વાતચીતમાં જણાવ્યું કે, તેઓ સંપુર્ણ જવાબદારીથી પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે. તેણે જણાવ્યું કે, ધીમી સુનવણીના આરોપથી તેઓ દુખી છે. તેમણે કહ્યું કે, કોઇ પણ બળવાખોર ધારાસભ્યએ મળવા માટે સમય નહોતો માંગ્યો.
અસમ: પુરની ઝપટે ચડ્યા 3 લાખથી વધારે લોકો, બચાવકાર્યમાં ઉતરી સેના
વિધાનસભા સ્પીકરે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે મારો નિર્ણય લેવા માટે જણાવ્યું છે. મે તમામ વસ્તુઓની વિડિયોગ્રાફી કરી છે અને હું તેને સુપ્રીમ કોર્ટને મોકલી આપીશ. કર્ણાટક વિધાનસભાના સ્પીકર રમેશે બળવાખોર ધારાસભ્ય સાથે મુલાકાત બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, મે કેટલીક ચેનલો પર જોયું કે, મારા પર ધીમી સુનવણીના આરોપો લાગી રહ્યા છે. આ વાતથી હું દુખી છું. રાજ્યપાલે મને 6ના રોજ માહિતી આપી છે. હું તે સમયે ઓફીસમાં હતો અને પછી કેટલાક અંગત કામો માટે જતો રહ્યો. તે પહેલા કોઇ પણ ધારાસભ્યએ આ અંગે માહિતી નથી આપી કે તેઓ મને મળવા માટે આવવાનાં છે.
મુજફ્ફરપુરમાં AES બાદ ગયામાં જાપાની ઇસેફેલાઇટિસની આશંકા, 8 બાળકનાં મોત
ગોવામાં 10 ધારાસભ્યોના ''કેસરિયા'', કાલે મંત્રીમંડળમાં લાગી શકે છે લોટરી
તેમણે જણાવ્યું કે, 6 જુલાઇની તારીખે હું બપોરે 1.30 મિનિટ સુધી મારી ચેમ્બરમાં હતો. ધારાસભ્યો મને મળવા માટે 2 વાગ્યે આવ્યા. કોઇ પણ ધારાસભ્યએ મળવા માટેનો સમય નહોતો માંગ્યો. મને પૂર્વ અનુમતી પણ નહોતી લીધી. એટલા માટે તે વાત ખોટી છે કે હું તેમના આવવાનું કારણે ઝડપથી નિકળી ગયો. હું રવિવારે ઓફીસ ખુલ્લી રાખી શકું નહી.