હાથરસ કેસમાં પીડિતાની સાથે નથી થયો રેપ કે ગેંગરેપ, આ રિપોર્ટમાં થયો દાવો
હાથરસની પીડિતાના મોત પહેલા તેના પરિવારે આરોપીઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તે હજુ પણ પોલીસની કાર્યવાહીથી સહમત નથી.
નવી દિલ્હીઃ જે ઘટનાએ નિર્ભયા કાંડ બાદ દેશને હચમચાવી દીધો છે તે હાથરસ કેસને લઈને રાજકીય માહોલ વધુ ગરમાયો છે. પ્રદેશના નેતા જ્યાં સતત પીડિત પરિવારની મુલાકાત કરીને તેને ન્યાય અપાવવાનો દાવો કરી રહ્યાં છે તો જેએનએમ મેડિકલ કોલેજ (JNM Medical College)ના મેડિકલ રિપોર્ટ પ્રમાણે પીડિતાની સાથે રેપ કે ગેંગરેપ થયો નથી.
પીડિતાના શરીર પર ઈજાના નિશાન
મેડિકલ કોલેજના એક્સપર્ટના રિપોર્ટ પ્રમાણે પીડિતાના શરીર પર ઈજાના નિશાન હતા. તેની ડોક અને પીછ પર નિશાન રહેલા હતા. પરંતુ ઘણા પ્રકારના વૈજ્ઞાનિક ટેસ્ટિંગ બાદ કોઈ એવા તથ્ય સામે આવ્યા નથી કે પીડિતાની સાથે રેપ કે પછી ગેંગરેપ થયો છે.
પરિવારે લગાવ્યા હતા ગંભીર આરોપ
હાથરસની પીડિતાના મોત પહેલા તેના પરિવારે આરોપીઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તે હજુ પણ પોલીસની કાર્યવાહીથી સહમત નથી. ઉલ્લેખનીય છે કે આ મામલાને લઈને કેટલીક શંકાસ્પદ સ્થિતિઓ જોવા મળી હતી.
હાથરસ ગેંગરેપ પર રાજકારણ ગરમાયું, સીએમ યોગીનો પલટવાર- તોફાનો કરાવવા ઈચ્છે છે વિપક્ષ
તો આ ગંભીર મામલાને લઈને આજે ગામમાં સર્વધર્મ પંચાયત થઈ, જેમાં બધા પક્ષોના નાર્કો ટેસ્ટ કરાવવાની મગા કરવામાં આવી જેથી મામલાનું સત્ય સામે આવી શકે. આજે પરિવારને મળવા આપેલા આરએલડી અને સમાજવાદી પાર્ટીના સમર્થકોના હોબાળા બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube