અખિલેશના નિવેદન પર ઉમર અબ્દુલ્લા બોલ્યા- ખુશીથી લગાવીશ, વેક્સિન કોઈ પાર્ટીની નથી
ઉમર અબ્દુલ્લાએ કહ્યુ, વેક્સિન કોઈ રાજકીય પાર્ટીની નથી. આ માનવતા માટે છે અને જેટલી જલદી તે અતિસંવેદનશીલ લોકો સુધી પહોંચશે એટલું સારૂ છે.
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કોરોના વેક્સિનને લઈને ખુશી જાહેર કરી છે અને કહ્યું કે, તે લગાવવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, જેટલા લોકો વેક્સિનેશન કરાવશે, દેશ અને અર્થવ્યવસ્થા માટે એટલું સારૂ છે. વેક્સિન કોઈ રાજકીય પાર્ટીની નથી. આ માનવતા માટે છે અને જેટલી જલદી તે અતિસંવેદનશીલ લોકો સુધી પહોંચશે એટલું સારૂ છે.
તો સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ઉમરે કહ્યુ, 'હું બીજા વિશે નથી જાણતો, પરંતુ જ્યારે મારો વારો આપશે તો હું ખુશી-ખુશી કોરોના વેક્સિન લગાવીશ. આ વાયરસે અત્યાર સુધી ખુબ તબાહી મચાવી છે. તેવામાં જો કોઈ વેક્સિનથી સ્થિતિ સામાન્ય થાય છે તો મારા તરફથી હા છે.'
દેશને મળી પ્રથમ સ્વદેશી કોરોના વેક્સિન, ભારત બાયોટેકની કોવેક્સીનને મળી મંજૂરી
અખિલેશે ફરી ટ્વીટ કરી કહ્યુ, 'અમને વૈજ્ઞાનિકોની ક્ષમતા પર સંપૂર્ણ વિશ્વાસ છે પરંતુ ભાજપના તાળી-થાળી વાળા અવૈજ્ઞાનિક વિચાર અને ભાજપ સરકારની વેક્સિન લગાવવાની તે ચિકિત્સા વ્યવસ્થા પર વિશ્વાસ નથી, જે કોરોના કાળમાં ઠપ્પ પડી છે. અમે ભાજપની રાજકીય વેક્સિન નહીં લગાવીએ. સપાની સરકાર ફ્રીમાં વેક્સિન લગાવશે.'
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube