નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેરમાં એક દિવસમાં 2-2 લાખ કેસ સામે આવી રહ્યાં છે. આ સ્થિતિ ત્યારે છે જ્યારે દેશમાં જાન્યુઆરીથી કોરોના રસીકરણનું અભિયાન ચાલી રહ્યું છે. રસી લગાવ્યા બાદ પણ સંક્રમણના કેસ સામે આવી રહ્યાં છે. તેનું કારણ શું છે? શું વેક્સિન કોઈ કામની નથી? અને દેશમાં કોરોના વાયરસની બીજી લહેર કેમ આવી? આ તમામ સવાલોના જવાબ એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ શનિવારે આપ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાની બીજી લહેર આવવાનું શું છે મુખ્ય કારણ?
ડોક્ટર ગુલેરિયાએ કહ્યુ કે, કોરોનાના મામલામાં ઉછાળ માટે ઘણા ફેક્ટર જવાબદાર છે. પરંતુ બે મુખ્ય કારણ છે જેથી કેસ વધ્યા. તેમણે કહ્યું, કોરોનાના કેસમાં ઉછાળના બે મુખ્ય કારણ છે. પ્રથમ તે કે જ્યારે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વેક્સિનેશન શરૂ થયું અને નવા કેસ ઘણા નીચે ગયા ત્યારે લોકોએ કોરોના સાથે જોડાયેલા નિયમનું પાલન કરવાનું બંધ કરી દીધુ. બીજુ કારણ છે કે વાયરસ મ્યૂટેટ થયો અને ઝડપથી ફેલાવા લાગ્યો. 


યુનિવર્સિટી ઓફ શિકાગો લો સ્કૂલના પ્રિત્ઝકર સ્કૂલ ઓફ મેડિસિનના પ્રોફેસર અનૂપ મલાનીએ દેશમાં કોરોનાના વધતા કેસની પાછળ વધુ એક સંભવિત કારણ જણાવે છે. તેમના પ્રમાણે વાયરસ લોકોને બીજીવાર પણ સંક્રમિત કરી રહ્યો છે. કેસ વધવા પાછળ આ પણ કારણ હોઈ શકે છે. 


આ પણ વાંચોઃ Coronavirus: સંક્રમણ અટકાવવા રેલવેએ જાહેર કર્યા નવા નિયમ, તમે પણ જાણો


વેક્સિન 100 ટકા અસરકારક નહીં છતાં કેમ જરૂરી?
કોરોના વેક્સિનના બે ડોઝ લીધા બાદ પણ કેટલાક લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. તેને જોતા કોઈના મનમાં તે સવાલ થવો સ્વાભાવિક છે કે શું વેક્સિન સંક્રમણથી બચાવ કરવામાં નિષ્ફળ છે અને જો નિષ્ફળ છે તો તેની ઉપયોગીતા શું છે, કેમ વેક્સિન લેવી જોઈએ? રણદીપ ગુલેરિયાએ વેક્સિનને લઈને ભ્રમ પણ દૂર કર્યો. તેમણે કહ્યું, આપણે તે યાદ રાખવુ પડશે કે કોઈપણ વેક્સિન 100 ટકા અસરકારક નથી. તમે સંક્રમિત થઈ શકો છો પરંતુ તમારા શરીરના એન્ટીબોડી વાયરસ વધવા દેશે નહીં અને તમે ગંભીર રૂપથી બીમાર થશો નહીં. 


વેક્સિન સંક્રમણ નથી રોકતી પરંતુ તેની ગંભીરતા ઓછી કરશેઃ મલાની
એક્સપર્ટ વારંવાર લોકોને રસીનું મહત્વ જણાવી રહ્યાં છે. સ્વાસ્થ્ય અને વિકાસ અર્થશાસ્ત્રી પ્રોફેસર અનૂપ મલાનીએ પણ કહ્યુ કે, કોવિડ-19 રસી કોઈ વ્યક્તિને સંક્રમિત થતા નથી રોકતી, પરંતુ બીમારીને ઝડપથી ઠીક કરવા અને તેની ગંભીરતાને ઓછી કરવામાં મદદ કરે છે. પ્રોફેસર મલાની ભારત ભરમાં શહેરો અને રાજ્યોમાં આર્થિક વિકાસ કેન્દ્રીત થિંક-ટેંક આઈડીએફસીની સાથે કોવિડ-19 સીરોસર્વે સિરીઝનું નેતૃત્વ કરી રહ્યાં છે. 


આ પણ વાંચોઃ Mumbai ના મેયર બોલ્યા- મહાકુંભમાંથી આવી રહેલા લોકો પ્રસાદમાં 'કોરોના' વહેંચશે


હેલ્થ સિસ્ટમ ડામાડોળ, ઉપાય શું છે?
એમ્સ ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યુ, આપણે જોઈ રહ્યાં છીએ કે હેલ્થકેર સિસ્ટમ પર ખુબ દબાવ છે. જે રીતે કેસ વધી રહ્યાં છે, તેને પહોંચવા માટે આપણે હોસ્પિટલમાં બેડ અને અન્ય સુવિધા વધારવી પડશે. આ સિવાય આપણે જલદી કોરોના કેસમાં ઘટાડો લાવવો પડશે. 


ગુલેરિયાએ ચૂંટણી અને ધાર્મિક ગતિવિધિઓમાં પણ કોરોનાના નિયમના પાલનની જરૂરીયાત પર ભાર આપ્યો. તેમણે કહ્યું, આ એવો સમય છે જ્યારે દેશભરમાં તમાં ધાર્મિક ગતિવિધિ થાય છે અને ચૂંટણી ચાલી રહી છે. આપણે સમજવુ પડશે કે જિંદગીઓ પણ મહત્વપૂર્ણ છે. આપણે આ વસ્તુને નાના સ્તરે કરી શકીએ જેથી ધાર્મિક ભાવનાને ઠેંસ ન પહોંચે અને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પણ પાલન થઈ શકે.


નવા કેસ અને મોતોમાં છેલ્લા બધા રેકોર્ડ તૂટ્યા
ભારતમાં કોરોનાના રેકોર્ડ 2,34,692 નવા કેસ સામે આવ્યા બાદ હવે દેશમાં અત્યારવ સુધી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા વધીને 1,45,26,609 થઈ ગઈ છે તો એક દિવસમાં અત્યાર સુધી સર્વાધિક 1,341 લોકોના મોત થયા બાદ મૃત્યુઆંક વધીને 1,75,649 થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે સવારે જાહેર કરેલા ડેટા પ્રમાણે દેશમાં એક્ટિવ કેસ 16 લાખથી વધુ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube