Mumbai ના મેયર બોલ્યા- મહાકુંભમાંથી આવી રહેલા લોકો પ્રસાદમાં 'કોરોના' વહેંચશે

દેશમાં વધી રહેલા કોરોના પ્રકોપ વચ્ચે હવે હરિદ્વાર મહાકુંભને લઈને રાજકીય માહોલ ગરમ થઈ ગયો છે. મુંબઈના મેયર કિશોરી પેડનેકરે (Kishori Pednekar) કુંભમાં શ્રદ્ધાળુઓ પર વિવાદિત નિવેદન આપ્યું છે. 

Mumbai ના મેયર બોલ્યા- મહાકુંભમાંથી આવી રહેલા લોકો પ્રસાદમાં 'કોરોના' વહેંચશે

મુંબઈઃ દેશમાં કોરોના વાયરસ (Coronavirus) ના વધી રહેલા કેસો વચ્ચે મુંબઈના મેયર કિશોરી પેડનેકર (Kishori Pednekar) એ હરિદ્વારમાં ચાલી રહેલા મહાકુંભ (Haridwar Mahakumbh 2021) ને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. મેયર કિશોરી પેડનેકરે કહ્યું કે, જે લોકો કુંભથી પરત ફરી રહ્યાં છે તે પ્રસાદમાં કોરોના વહેંચશે

પોતાના ખર્ચ પર ક્વોરેન્ટીન થાય શ્રદ્ધાળુ
મીડિયા સાથે વાત કરતા મુંબઈના મેયર કિશોરી પેડનેકર (Kishori Pednekar) એ કહ્યું કે, કુંભ (Haridwar Mahakumbh 2021) માં મોટી સંખ્યામાં લોકો સ્નાન માટે ગયા હતા, જે પોત-પોતાના રાજ્યમાં પરત ફરી રહ્યાં છે. આ લોકો પોતાના રાજ્યોમાં પ્રસાદના રૂપમાં કોરોના (Coronavirus) વેચવાનું કામ કરશે. મુંબઈમાં પણ અમે આ વિચારી રહ્યાં છીએ. 

— ANI (@ANI) April 17, 2021

5 ટકા લોકો નથી માની રહ્યાં નિયમ
મેયરે દાવો કર્યો કે મુંબઈમાં 95 ટકા લોકો કોરોનાના નિયમોનું પાલન કરી રહ્યાં છે. માત્ર પાંચ ટકા લોકો એવા છે, જે નિયમનું પાલન કરી રહ્યાં નથી. તેવામાં તે બીજા લોકો માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. તેમણે કહ્યું કે, જે પ્રકારની સ્થિતિ છે, તેને જોતા પૂર્ણ લૉકડાઉન પર વિચાર કરવો જોઈએ. 

કોરોના સંક્રમણમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને
મહત્વનું છે કે કોરોના સંક્રમણના મામલામાં મહારાષ્ટ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. રાજ્યમાં પુણે, મુંબઈ, ઠાણે, નાગપુર અને ઉસ્માનાબાદમાં સતત સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. યરાજ્યના કેટલાક ભાગમાં મેડિકલ ઓક્સીજનની કમી અને રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારીના સમાચાર સામે આવી રહ્યાં છે. જેને જોતા સરકાર ઓક્સીજનની સપ્લાઈ વધારવા અને ઇન્જેક્શનોની કિંમત પર અંકુશ લગાવવાનું કામ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news