નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) ના વધતા પ્રકોપના કારણે આ વર્ષે સંસદના શિયાળુ સત્ર (Winter Session) નું આયોજન કરવામાં નહીં આવે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ સોમવારે આ અંગે જાણકારી આપી અને કહ્યું કે અનેક પક્ષોના નેતાઓ સાથે ચર્ચા બાદ સામાન્ય સહમતિ બની હતી કે સત્ર બોલાવવું જોઈએ નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી AIIMS માં નર્સો અચોક્કસ મુદ્દતની હડતાળ પર જતા દર્દીઓ મુશ્કેલીમાં, નર્સિંગ યુનિયને લગાવ્યાં આ આરોપ


જાન્યુઆરીમાં બજેટ સત્રનું આયોજન
સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ  કહ્યું કે કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે શિયાળુ સત્રના પક્ષમાં કોઈ નહતું. ત્યારબાદ હવે સીધુ જાન્યુઆરીમાં બજેટ સત્ર બોલાવવામાં આવશે. અત્રે જણાવવાનું કે ગત વર્ષ 31 જાન્યુઆરીથી બજેટ સત્રની શરૂઆત થઈ હતી. જ્યારે 2018માં બજેટ સત્રની શરૂઆત 28 જાન્યુઆરીથી થઈ હતી. 


Farmers Protest: ખેડૂત આંદોલનનો આજે 20મો દિવસ, ગડકરીએ કહ્યું- ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે કેટલાક લોકો


કોંગ્રેસે સરકાર પર લગાવ્યો આ આરોપ
આ અગાઉ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને સંસદના શીયાળુ સત્રને શરૂ કરવાની માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ભલે શિયાળુ સત્ર થોડા સમય માટે જ હોય. તેમણે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર સંસદમાં ખેડૂત આંદોલન જેવા મુદ્દા પર સવાલોથી ભાગવાની કોશિશ કરી રહી છે. 


કોરોનાને હરાવી ચૂકેલા દર્દીઓ પર હવે નવી જીવલેણ બીમારીનું જોખમ, 2 લોકોના મૃત્યુ


પ્રહલાદ જોશીએ કોંગ્રેસ નેતાને આપી જાણકારી
સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીને પત્ર લખીને જણાવ્યું છે કે આ વખતે કોરોના મહામારીના કારણે શિયાળુ સત્રનું આયોજન થઈ શકશે નહીં અને હવે આગામી વર્ષ જાન્યુઆરીમાં બજેટ સત્રનું આયોજન થશે. તેમણે પત્રમાં લખ્યું છે કે કોરોનાના કારણે ચોમાસુ સત્ર સપ્ટેમ્બરમાં શરૂ થયું હતું અને અનેક જરૂરી પ્રોટોકોલ ફોલો કરવા પડ્યા હતા. હાલમાં કોરોનાના વધતા કેસોના કારણે સ્થિતિ ફરીથી ગંભીર બની છે અને દિલ્હીમાં કેસ વધ્યા છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube