નવી દિલ્હીઃ એક તરફ પ્રદર્શનકારી કિસાન ત્રણ નવા કાયદાની વિરુદ્ધ પોતાનું આંદોલન આક્રમક કરવાની રણનીતિ પર આગળ વધી રહ્યાં છે તો બીજીતરફ ઉત્તરાખંડના કિસાનોના એક પ્રતિનિધિમંડળે આ કાયદાનું સમર્થન કર્યું છે. આ પ્રતિનિધિમંડળે રવિવારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે મુલાકાત કરી અને ત્રણ નવા કૃષિ કાયદાને કિસાનોના હિતમાં ગણાવી તેનું સમર્થન કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિપક્ષી દળો પર ઉત્તરાખંડના કિસાનોનો હુમલો
કૃષિ મંત્રી સાથે વાતચીત દરમિયાન કિસાનોના પ્રતિનિધિમંડળે કિસાન આંદોલનની સાથે રહેલા વિપક્ષી દળોની તે કહીને આલોચના કરી કે તે આંદોલનની આડમાં પોતાની રાજકીય રોટલી સેકી રહ્યાં છે. ઉત્તરાખંડથી સિંધુ બોર્ડર પહોંચેલા કિસાન નેતા જસબીર સિંહે કહ્યુ કે, વિપક્ષી દળોના નેતા છેતરપિંડીમાં લાગી ગયા છે. 


કિસાનોના સમર્થનમાં કેજરીવાલ કાલે કરશે એક દિવસનો ઉપવાસ, દેશને પણ કરી અપીલ


ઉત્તરાખંડના મંત્રીએ કરી વિપક્ષની આલોચના
હકીકતમાં કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળો પર કિસાનોને ઉશકેરવાનો આરોપ લગાવતા ઉત્તરાખંડના શહેરી વિકાસ મંત્રી મદન કૌશિકે રવિવારે કહ્યુ કે, નવા કૃષિ કાયદાથી કિસાનોની આવકમાં મોટો વધારો થશે અને તે સશક્ત તથા આત્મનિર્ભર બનશે. એક સંવાદદાતા સંમેલનને સંબોધિત કરતા કૌશિકે કહ્યુ કે, આજે કૃષિ કાયદાનો વિરોધ કરનાર કોંગ્રેસ તથા અન્ય વિપક્ષી પાર્ટીઓ 2014 પહેલા તેના પક્ષમાં હતી જે તેના  લોકસભા અને રાજ્યસભામાં આવેલા નિવેદનોથી સ્પષ્ટ છે. કૌશિકે કહ્યુ કે, કિસાનો પર પોતાના પાક વેચવાને લઈને વર્ષોથી લાગેલા પ્રતિબંધોને કૃષિ કાયદાના માધ્યમથી પ્રધાનમંત્રી મોદીએ અન્નદાતાઓને અસલી આઝાદી આપી છે. તેમણે કહ્યું કે, પરંતુ દુર્ભાગ્યથી વિપક્ષી દળો દ્વારા આપણા મહેનતી કિસાનોને ઉશ્કેરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube