Corona ટેસ્ટની આ નવી પદ્ધતિ ભારતને જીતાડશે `અદ્રશ્ય દુશ્મન` સામેનું યુદ્ધ? જાણો સમગ્ર વિગતો
દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. લેટેસ્ટ માહિતી મુજબ આંકડો 21 હજારને પાર પહોંચી ગયો છે અને 21393 દર્દીઓ છે જ્યારે 681 લોકોના મોત થયા છે. જેમ જેમ ભારતમાં ટેસ્ટિંગની સંખ્યા વધી રહી છે તેમ તેમ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. સ્પષ્ટ છે કે જે વિસ્તારોમાં હોટસ્પોટ છે ત્યાં તો લોકોની મોટા પાયે ટેસ્ટિંગ થઈ રહી છે પરંતુ ઓછા સંક્રમણવાળા વિસ્તારોમાં પણ વધુ સેમ્પલ લઈને ટેસ્ટની ગતિને વધારી શકાય...તે માટે આઈસીએમઆર (ICMR) તરફથી આ વિસ્તારોમાં પૂલ ટેસ્ટિંગ કરાવવા અંગે એક એડવાઈઝરી બહાર પાડી છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. લેટેસ્ટ માહિતી મુજબ આંકડો 21 હજારને પાર પહોંચી ગયો છે અને 21393 દર્દીઓ છે જ્યારે 681 લોકોના મોત થયા છે. જેમ જેમ ભારતમાં ટેસ્ટિંગની સંખ્યા વધી રહી છે તેમ તેમ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. સ્પષ્ટ છે કે જે વિસ્તારોમાં હોટસ્પોટ છે ત્યાં તો લોકોની મોટા પાયે ટેસ્ટિંગ થઈ રહી છે પરંતુ ઓછા સંક્રમણવાળા વિસ્તારોમાં પણ વધુ સેમ્પલ લઈને ટેસ્ટની ગતિને વધારી શકાય...તે માટે આઈસીએમઆર (ICMR) તરફથી આ વિસ્તારોમાં પૂલ ટેસ્ટિંગ કરાવવા અંગે એક એડવાઈઝરી બહાર પાડી છે.
કોવિડ-19: ભારતમાં સંક્રમિતોની સંખ્યા 21 હજારને પાર, 681 લોકોએ જીવ ગુમાવ્યાં
શું છે આ પૂલ ટેસ્ટિંગ?
ICMRનું કહેવું છે કે પૂલ ટેસ્ટથી ટેસ્ટની સ્પીડ વધશે અને સમય તથા પૈસાની બચત પણ થશે. પરંતુ આ પૂલ ટેસ્ટ આખરે છે શું અને કોરોનાને હરાવવામાં તે કેટલો સફળ નીવડશે? આવો આપણે જાણીએ તે વિશે...
પૂલ શબ્દથી જ જાણવા મળે છે કે સમાવેશ થવો એટલે કે અનેક લોકોની તપાસ એક જ વારમાં કરવામાં આવશે. ICMRની ગાઈડલાઈન મુજબ વધુમાં વધુ પાંચ લોકોની એક સાથે પૂલ ટેસ્ટિંગ કરવામાં આવી શકે છે. આ બાજુ કેટલીક લેબ સેમ્પલ લઈને પણ ટેસ્ટ કરી રહી છે.
Coronavirus: આ 5 શહેરોએ વધારી મોદી સરકારની ચિંતા, જાણો શાં માટે?
ICMRના ચીફ સાયન્ટિસ્ટ ડોક્ટર રમન ગંગાખેડકરના જણાવ્યાં મુજબ પૂલ ટેસ્ટ માટે સેમ્પલ તે જ વિસ્તારોમાંથી ભેગા કરાશે જ્યાં કોરોના પોઝિટિવ કેસ 2થી 5 ટકા છે એટલે કે ગ્રીન ઝોન. જેનાથી ટેસ્ટનો ખર્ચ પણ ઓછો થશે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube