રેલવે ટિકિટ રિઝર્વેશન નિયમોમાં થયો મહત્વનો ફેરફાર, આ તારીખથી થશે લાગુ
1 જૂનથી ભારતીય રેલવે મુસાફરો માટે 200 વધુ ટ્રેનો દોડાવવા જઈ રહ્યું છે. આવામાં દરેકને કન્ફર્મ ટિકિટની ઈચ્છા હોય છે જેથી કરીને મુસાફરીમાં કોઈ તકલીફ પડે નહીં. હવે તમારી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ ટિકિટના એડવાન્સ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે.
નવી દિલ્હી: 1 જૂનથી ભારતીય રેલવે મુસાફરો માટે 200 વધુ ટ્રેનો દોડાવવા જઈ રહ્યું છે. આવામાં દરેકને કન્ફર્મ ટિકિટની ઈચ્છા હોય છે જેથી કરીને મુસાફરીમાં કોઈ તકલીફ પડે નહીં. હવે તમારી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ ટિકિટના એડવાન્સ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે.
હવે 3 મહિના પહેલા કરાવો એડવાન્સ બુકિંગ
ભારતીય રેલવેએ રેલવે મુસાફરોના હકમાં એક મોટો નિર્ણય લીધો છે. મુસાફરો હવે 3 મહિના પહેલા જ પોતાની મુસાફરી માટેની ટિકિટ એડવાન્સમાં બુક કરાવી શકે છે. તેનાથી ટિકિટ મળવામાં અને મુસાફરીની યોજના બનાવવામાં મદદ મળશે. અત્રે જણાવવાનું કે અત્યાર સુધી તમે ફક્ત એક મહિના પહેલા જ એડવાન્સ બુકિંગ કરાવી શકતા હતાં. 3 મહિના અગાઉટિકિટ બુક કરાવવાની સાથે રેલવેએ આ ટ્રેનમાં કરન્ટ સીટ બુકિંગ, તત્કાળ કોટા બુકિંગ અને વચ્ચેના સ્ટેશનોથી પણ ટિકિટ બુક કરાવવાની સેવાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. અમારી સહયોગી વેબસાઈટ zeebiz.com ના અહેવાલ મુજબ આ તમામ ફેરફાર 31મી મેની સવારથી લાગુ થઈ જશે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube