રેવાડીઃ હરિયાણાના રેવાડીમાં ચૂંટણી રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ભારતીય સેનાને મજબૂત ન કરવા અને દેશમાં આતંકવાદના ફેલાવા માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન મોદીએ રેલી સંબોધિત કરતા કહ્યું કે, "ભૂતકાળની સરકારે તેજસ વિમાનનું ઉત્પાદન બંધ કરવાની તૈયારી કરી હતી. આજે એ જ વિમાન ભારતીય વાયુસેના અને નૌકા દળ બંનેમાં સેવા આપી રહ્યું છે. કોંગ્રેસની સરકારે ભારતીય સેનાને મજબૂત કરવા તરફ ધ્યાન જ આપ્યું ન હતું. ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારે સત્તામાં આવતાની સાથે જ દેશની સુરક્ષા વ્યવસ્થા અને સેનાને મજબૂત કરવાનું કામ હાથમાં લીધું હતું."


VIDEO: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પ્રચાર ભાષણ બાદ ઓવૈસી કરવા લાગ્યા ડાન્સ, અને પછી...


પીએમ મોદીએ આતંકવાદ મુદ્દે કોંગ્રેસને ઘેરતા કહ્યું કે, "યુપીએના કાળમાં આતંકવાદીઓ દેશમાં ઘુસીને બોમ્બ બ્લાસ્ટ કરી જતા હતા. તેઓ તેમને રોકી શક્તા ન હતા. અમારી સરકારે સત્તામાં આવ્યા પછી આતંકવાદીઓના ઘરમાં ઘુસીને તેમને માર્યા છે. જેમણે આતંકવાદનો પોષણ આપ્યું છે તેઓ વિશ્વની સામે આજે રોદણા રડી રહ્યા છે."


રેવાડી આવતાં પહેલા વડાપ્રધાને સિરસામાં પણ એક રેલી સંબોધી હતી. સિરસામાં વડાપ્રધાને જણાવ્યું કે, "70 વર્ષ થઈ ગયા, પરંતુ કોંગ્રેસની સરકારે ભારતની સરહદથી માત્ર 4 કિમી દૂર આવેલા કરતારપુર સાહિબનું અંતર દૂર કરવાનું વિચાર્યું ન હતું. હવે કરતારપુર કોરિડોર શરૂ થવાની સાથે જ આ અંતર સમાપ્ત થઈ જવાનું છે. ગુરૂ નાનકના શ્રદ્ધાળુઓને હવે કરતાપુર જવામાં કોઈ મુશ્કેલી નહીં પડે."


વડાપ્રધાને વધુમાં કહ્યું કે, "ભાજપ સરકારે ગુરૂનાનક દેવજીના 550મા પ્રકાશ પર્વની દુનિયાભરમાં ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે. તેના માટે ઠેર-ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં્ આવશે."


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...