NSA અજીત ડોભાલે આ ખતરા અંગે આપ્યાં સંકેત, કહ્યું ભારતને બનાવવી પડશે નવી રણનીતિ!
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે જણાવ્યું છે કે, ખતરનાક જીવાણુઓનો હથિયાર તરીકે ઇરાદાપૂર્વક ઉપયોગ એ ગંભીર ચિંતાનો વિષય છે.આ માટે, એક વ્યાપક રાષ્ટ્રીય ક્ષમતા વિકસાવવાની અને જૈવ સુરક્ષાના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
નવી દિલ્હી: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે જણાવ્યું છે કે, ખતરનાક જીવાણુઓનો હથિયાર તરીકે ઇરાદાપૂર્વક ઉપયોગ એ ગંભીર ચિંતાનો વિષય છે.આ માટે, એક વ્યાપક રાષ્ટ્રીય ક્ષમતા વિકસાવવાની અને જૈવ સુરક્ષાના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે (Ajit Doval) ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, આ ચિંતાજનક વિષયને પહોંચીવળવા ભારતે નવી રણનીતિ બનાવવી પડશે. આ સિવાય તેમણે સોશલ મીડિયાના વધતા પ્રભાવ અને ક્લાઈમેટ ચેન્જ સહિત વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી. તમને જણાવી દઈએ કે કોરોના મહામારી માટે ચીનને જવાબદાર માનવામાં આવે છે. ઘણા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ચીને વાયરસનો ઉપયોગ હથિયાર તરીકે કર્યો છે.
યુદ્ધના નવા વિસ્તારો બનાવવામાં આવી રહ્યા છે:
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે કહ્યું કે યુદ્ધના નવા ક્ષેત્રો પ્રાદેશિક સીમાઓથી આગળ વધીને નાગરિકો સુધી પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે જાણીજોઈને ખતરનાક જીવાણુઓને શસ્ત્રોમાં ફેરવવુંએ ગંભીર ચિંતાનો વિષય છે. આ માટે, એક વ્યાપક રાષ્ટ્રીય ક્ષમતા વિકસાવવાની અને જૈવ સુરક્ષાના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
'રોગચાળાનો સામનો એકલા કરી શકાય તેમ નથી'
જળવાયુ પરિવર્તનના મુદ્દા પર ચિંતા વ્યક્ત કરતા ડોભાલે કહ્યું કે આપત્તિ અને રોગચાળાનો ખતરો કોઈપણ મર્યાદામાં મર્યાદિત નથી અને તેનો એકલા હાથે સામનો કરી શકાતો નથી અને તેનાથી થતા નુકસાનને ઘટાડવાની જરૂર છે. પૂણે ઈન્ટરનેશનલ સેટરે આયોજિત કરેલા 'પુણે ડાયલોગ'માં 'આપત્તિ અને રોગચાળાના યુગમાં રાષ્ટ્રીય સુરક્ષા તૈયારી' પર બોલતા ડોભાલે કહ્યું કે કોવિડ-19 રોગચાળો અને આબોહવા પરિવર્તનનો સૌથી મોટો સંદેશ એ છે કે બધાનું જીવન સુનિશ્ચિત કરશે.
શહેરો પર ભાર:
ક્લાઈમેટ ચેન્જના વિષય પર, NSA એ કહ્યું કે આ એક બીજો ખતરો છે જેની વિવિધ અને અણધારી અસરો થઈ શકે છે. તેમણે કહ્યું કે આનાથી સંસાધનોની ઉપલબ્ધતાને અસર થાય છે, જે દિવસેને દિવસે ઘટી રહી છે અને તે સ્પર્ધાને બદલે સંઘર્ષ તરફ દોરી શકે છે. આબોહવા પરિવર્તન અસ્થિરતા અને વસ્તીના સામૂહિક વિસ્થાપનને વધારી શકે છે. ડોવાલે એમ પણ કહ્યું કે 2030 સુધીમાં ભારતમાં 600 મિલિયન લોકો શહેરી વિસ્તારોમાં રહેવાની અપેક્ષા છે. દક્ષિણ એશિયામાં નીચાણવાળા વિસ્તારોમાંથી વિસ્થાપન પહેલાથી જ આબોહવા પરિવર્તનને કારણે તણાવનો સામનો કરી રહેલા શહેરી માળખા પર ભાર વધારી શકે છે.
સોશલ મીડિયાએ મુશ્કેલી વધારી છે:
ડોભાલે કહ્યું કે સોશિયલ મીડિયા રાષ્ટ્રીય સુરક્ષાના સંચાલનને જટિલ બનાવી રહ્યું છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીની પ્રગતિથી જોખમોને રોકવામાં મદદ મળશે. વ્યૂહાત્મક રાષ્ટ્રીય ભંડારની જાળવણી, ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી, જટિલ સાધનોનો સરળ પુરવઠો અને પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓને મજબૂત બનાવવી એ રાષ્ટ્રીય સુરક્ષા આયોજનના મહત્વપૂર્ણ ઘટકો બની ગયા છે. તેમણે કહ્યું કે નવેમ્બરની શરૂઆતમાં ગ્લાસગોમાં મહત્ત્વપૂર્ણ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે. ભારત તેના આબોહવા લક્ષ્યોને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે.