ચંડીગઢ: પંજાબમાં આમ આદમી સરકારના મંત્રીઓએ આજે શપથ લીધી. મંત્રીમંડળમાં કુલ 10 વિધાયકોને સામેલ કરાયા છે. પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિત પંજાબ કેબિનેટમાં સામેલ મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. મંત્રીમંડળની શપથવિધિ ચંડીગઢમાં યોજાઈ. શપથવિધિ બાદ હવે બુધવારે બપોરે સાડા બાર વાગ્યે કેબિનેટની પહેલી બેઠક થશે. સૂત્રોનું માનીએ તો કુલતાર સિંહ સંધવા પંજાબ વિધાનસભાના સ્પીકર બનશે. તેઓ આમ આદમી પાર્ટીના વિધાયક છે. કુલતાર સિંહ સંધવા કોટકપુરાથી સતત બીજીવાર વિધાયક બન્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા
- સૌથી પહેલા હરપાલ સિંહ ચીમાએ શપથ લીધા. તેઓ દિરબાથી સતત બીજીવાર વિધાયક તરીકે ચૂંટાઈ આવ્યા છે. પંજાબ યુનિવર્સિટીથી લોની ડિગ્રી લીધી છે. એક સમયે મુખ્યમંત્રી પદની રેસમાં સામેલ હતા. 2017માં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. 


- બીજા નંબરે ડોક્ટર બલજીત કૌરે મંત્રીપદના શપથ લીધા. બલજીત કૌર પોલિટિકલ પરિવારથી આવી છે. મલોટ સીટથી વિધાયક તરીકે ચૂંટાઈ આવ્યા છે. અકાલી દળના હરપ્રીત સિંહને તેમણે હરાવ્યા. મુક્તસરમાં 8 વર્ષ સરકારી નોકરીમાં હતા. સ્વાસથ્ય મંત્રીની જવાબદારી મળવાના શક્યતા છે. તેઓ પૂર્વ સાંસદના પૂત્રી છે. 


- ત્રીજા નંબરે હરભજન સિંહે મંત્રી પદના શપથ લીધા. તેઓ ઈટીઓ જંડિયાલા બેઠકથી ચૂંટાઈ આવ્યા છે. કોંગ્રેસના સુખવિંદર સિંહ ડૈનીને 25 હજારથી વધુ મતોથી હરાવ્યા છે. 2012માં પીસીએસ પાસ સરકારી ઓફિસર બન્યા હતા. 2017માં સરકારી નોકરીમાંથી વીઆરએસ લીધુ હતું. 


Corona Virus: ભારતમાં ક્યારે આવશે કોરોનાની ચોથી લહેર? એક્સપર્ટે કરી આ ભવિષ્યવાણી


- ભગવંત માન કેબિનેટમાં આજે જે મંત્રીઓને શપથ લેવડાવ્યા તેમાંથી એમાત્ર મહિલા વિધાયક ડોક્ટર બલજીત કૌર છે. મંત્રીપદના શપથ લેતા પહેલા તેમણે કહ્યું કે પંજબાના લોકો અને પાર્ટી હાઈકમાનનો આભાર વ્યક્ત  કરુ છું. આ આપની સારી માનસિકતા છે જેમણે એક મહિલાને કેબિનેટમાં સામેલ કર્યા છે. હું મારા તમામ કર્તવ્યો પ્રમાણિકતાથી નિભાવીશ. એક મહિલા અને ડોક્ટર તરીકે હું મહિલાઓ અને સ્વાસ્થ્ય ક્ષેત્રના વિકાસ માટે કામ કરીશ. 


- લાલજીત સિંહ ભુલ્લર, ગુરમીત સિંહ મીત હેયર, હરજોત સિંહ બૈંસ અને કુલદીપ સિંહ ધારીવાલે પણ મંત્રીપદના શપથ લીધા. રાજ્યપાલે આ તમામ વિધાયકોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. 


- 32 વર્ષના ગુરમીત સિંહે પણ મંત્રીપદના શપથ લીધા. તેઓ બરનાલા સીટથી વિધાયક છે. ગુરમીત સિંહ સતત બીજીવાર ચૂંટણી જીત્યા છે. તેઓ વ્યવસાયે એન્જીનિયર છે.


રશિયા પાસેથી સસ્તુ ઓઈલ ખરીદવાની તૈયારીમાં ભારત! પ્રતિબંધો પર આપ્યો આ જડબાતોડ જવાબ


- હરજોત સિંહ બૈંસ પણ શપથ ગ્રહણ બાદ ભગવંત માનની કેબિનેટમાં સામેલ થયા. તેમની ઉંમર 31 વર્ષ છે. તેઓ શ્રી આનંદપુર સાહિબ સીટથી ચૂંટણી લડ્યા હતા. આ અગાઉ તેઓ 2017માં સાહનેવાલ સીટથી ચૂંટણી હાર્યા હતા. હરજોતસિંહ બૈંસ વ્યવસાયે વકીલ છે. 


- આપ ધારાસભ્ય લાલજીત સિંહ ભુલ્લરની ઉંમર 40 વર્ષ છે અને તેઓ પટ્ટી બેઠકથી ચૂંટણી લડ્યા હતા. લાલજીત સિંહ ભુલ્લરે આદેશ પ્રતાપ સિંહને ચૂંટણીમાં માત આપી છે. 


- આ ઉપરાંત કુલદીપ સિંહ ધાલીવાલે પણ મંત્રીપદના શપથ લીધા જેમની ઉંમર 40 વર્ષ છે. તેઓ અજનાલા સીટથી ચૂંટણી લડ્યા હતા. આપ અગાઉ તેઓ કોંગ્રેસમાં હતા. પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના સભ્ય પણ રહી ચૂક્યા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube