Parliament session: સરકાર અને વિપક્ષ વચ્ચે સંઘર્ષ અટકાવશે OBC બિલ, 15 દળો પાસ કરાવવા થયા રાજી
વિપક્ષી દળોને આશંકા હતી કે ઓબીસી યાદી સંબંધિત બંધારણીય સંશોધન બિલ પર ચર્ચા અને મતદાન દરમિયાન હંગામો જારી રહે તો સરકાર અને ભાજપ તેને વિપક્ષ વિરુદ્ધ રાજકીય હથિયારના રૂપમાં ઉપયોગ કરી શકે છે.
નવી દિલ્હીઃ પેગાસસ અને જાસૂસી કાંડ સહિત તમામ મુદ્દા પર સંસદમાં ચાલી રહેલા સંગ્રામ વચ્ચે વિપક્ષી દળોએ રાજ્યોને ઓબીસી યાદી બનાવવાનો અધિકાર આપવા સંબંધિત સોમવારે લોકસભામાં રજૂ થયેલા બંધારણ સંબોધન બિલનું એક સુરથી સમર્થન કરવાની જાહેરાત કરી છે. ઓબીસી યાદી સાથે જોડાયેલા મામલાની રાજકીય સંવેદનશીલતા જોતા વિપક્ષી દળોએ ચોમાસુ સત્રની શરૂઆતથી સંસદમાં ચાલી રહેલા સંગ્રામમાં પ્રથમવાર આ બિલ માટે પોતાના જંગને વિરામ આપવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસની આગેવાનીમાં 15 વિપક્ષી દળોના નેતાઓએ સોમવારે થયેલી બેઠકમાં ઓબીસી બિલને પાસ કરાવવા માટે સરકારનો સાથ આપવાની સહમતિ બની છે.
સાથે વિપક્ષી દળોએ તે પણ સ્પષ્ટ કરી દીધુ કે ઓબીસી બિલનું સમર્થન કરવા સિવાય પેગાસસ, કૃષિ કાયદો અને મોંઘવારી વિરુદ્ધ સંસદમાં સરકારની આક્રમક ઘેરાબંધીની તેની રણનીતિ બદલાશે નહીં. સંસદના બંને ગૃહમાં સોમવારે ભારે હંગામો જારી રહેતા વિપક્ષે પોતાની આ રણનીતિ પણ સ્પષ્ટ કરી હતી.
આ પણ વાંચોઃ Delhi: જંતર-મંતર પર વિવાદિત નારેબાજી, ભાજપના નેતાની ધરપકડ કરી શકે છે પોલીસ
વિપક્ષના હોબાળા વચ્ચે સરકારે ત્રણ બિલ પાસ કરાવી લીધા
લોકસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે સરકારે એક બાદ એક થોડા સમયમાં ત્રણ બિલ પાસ કરાવી લીધા તો ત્રણ નવા બિલ રજૂ પણ કરી દીધા હતા.લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી અને પાર્ટી સાંસદ મનીષ તિવારીએ હંગામા વચ્ચે ઉતાવળમાં બિલને પાસ કરાવવા પર ગંભીર વિરોધ નોંધાવતા આરોપ લગાવ્યો કે, સરકાર ગૃહમાં લોકતંત્રની હત્યા કરી રહી છે. પરંતુ વિપક્ષના વિરોધ છતાં ચોમાસુ સત્રના છેલ્લા સપ્તાહને જોતા પોતાના સંસદીય કામકાજને પૂરુ કરવાની ગતિ તેજ કરી દીધી છે.
વિપક્ષી દળોને આશંકા હતી કે ઓબીસી યાદી સંબંધિત બંધારણીય સંશોધન બિલ પર ચર્ચા અને મતદાન દરમિયાન હંગામો જારી રહે તો સરકાર અને ભાજપ તેને વિપક્ષ વિરુદ્ધ રાજકીય હથિયારના રૂપમાં ઉપયોગ કરી શકે છે.
આ પણ વાંચોઃ પંજાબને હચમચાવવાની કોશિશ? અમૃતસરમાં ટિફિન બોમ્બ મળ્યા બાદ હાઈ અલર્ટ જાહેર
શું છે આ 127મું સંવિધાન સંશોધન બિલ
આ 127મું સંવિધાન સંશોધન બિલ છે. જેને આર્ટિકલ 342એ(3) હેઠળ લાગુ કરવામાં આવશે. જેનાથી રાજ્ય સરકારોને એ અધિકાર મળશે કે તેઓ પોતાની રીતે ઓબીસી સમુદાયની યાદી તૈયાર કરી શકે. સંશોધન બિલ પાસ થયા બાદ રાજ્યોએ હવે આ માટે કેન્દ્ર પર નિર્ભર રહેવું પડશે નહીં.
આ બિલથી શું અસર થશે
આ બિલ કાયદા બનશે ત્યારબાદ રાજ્ય સરકારોને ઓબીસી યાદી તૈયાર કરવાનો હક મળી જશે. આ બિલ કાયદામાં ફેરવાઈ જવાનો એ રાજ્યોમાં પ્રભાવશાળી જાતિઓને ફાયદો થશે જ્યાં ઓબીસી અનામતમાં સામેલ થવાની માંગણી સતત થઈ રહી છે. જેમ કે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય અને હરિયાણામાં જાટ સમુદાય, ગુજરાતમાં પટેલ સમુદાય અને કર્ણાટકમાં લિંગાયત સમુદાયને ઓબીસીમાં સામેલ થવાની તક મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube