Punjab ને હચમચાવવાની કોશિશ? અમૃતસરમાં ટિફિન બોમ્બ મળ્યા બાદ હાઈ અલર્ટ જાહેર

પંજાબમાં અમૃતસરના એક ગામમાં 2 કિલોથી વધુ RDX સાથે એક ટિફિન બોક્સ બોમ્બ મળતા હડકંપ મચી ગયો. ટિફિન બોક્સ બોમ્બ મળ્યા બાદ રાજ્યમાં હાઈ અલર્ટ જાહેર કરાઈ છે. પોલીસે શક વ્યક્ત કર્યો છે કે આ બોમ્બ પાકિસ્તાનથી ઉડાવવામાં આવેલા ડ્રોન દ્વારા પાડવામાં આવ્યો હતો. 
Punjab ને હચમચાવવાની કોશિશ? અમૃતસરમાં ટિફિન બોમ્બ મળ્યા બાદ હાઈ અલર્ટ જાહેર

ચંડીગઢ: પંજાબમાં અમૃતસરના એક ગામમાં 2 કિલોથી વધુ RDX સાથે એક ટિફિન બોક્સ બોમ્બ મળતા હડકંપ મચી ગયો. ટિફિન બોક્સ બોમ્બ મળ્યા બાદ રાજ્યમાં હાઈ અલર્ટ જાહેર કરાઈ છે. પોલીસે શક વ્યક્ત કર્યો છે કે આ બોમ્બ પાકિસ્તાનથી ઉડાવવામાં આવેલા ડ્રોન દ્વારા પાડવામાં આવ્યો હતો. 

બે ખાનાવાળા ટિફિન બોક્સમાં રાખ્યું આઈઈડી
DGP દિનકર ગુપ્તાએ જણાવ્યું કે બોમ્બ વિસ્ફોટ રિમોટ કંટ્રોલ કે ટાઈમર દ્વારા થઈ શકતો હતો. તેમણે કહ્યું કે ટિફિન બોક્સ બોમ્બને આઈઈડી કહી શકાય. આઈઈડી બે ખાનાવાળા ટિફિન બોક્સમાં રાખવામાં આવ્યો હતો અને તેના પર આકર્ષક તસવીર લગાવવામાં આવી હતી. ગત સાંજે અમૃતસરના લોપોકે પોલીસ સ્ટેશન હદના ધાલિકે ગામ પાસે આ બોમ્બ મળી આવ્યો. તેમણે કહ્યું કે અમારો અંદાજો છે કે આ બોમ્બને સરહદ પારથી ડ્રોન દ્વારા અહીં પહોંચાડવામાં આવ્યો છે. 

હાથગોળા અને કારતૂસ મળ્યા
પોલીસના જણાવ્યાં મુજબ સ્વતંત્રતા દિવસથી થોડા દિવસ પહેલા બેગમાં ટિફિન બોમ્બ ઉપરાંત કેટલાક હાથગોળા અને કારતૂસ પણ મળ્યા હતા. ડીજીપીએ કહ્યું કે બાચીવિંડના પૂર્વ સરપંચે પોલીસને વિસ્તારમાં ડ્રોનની હરકત અંગે જાણ કરી હતી. વિસ્ફોટકો મળ્યા બાદ પંજાબ પોલીસ અનેક સરહદી ગામડાઓમાં સર્ચ અભિયાન ચલાવી રહી છે. ટિફિન બોમ્બમાં સ્વિચ સિસ્ટમનો ઉપયોગ કરાયો છે અને તેને ટાઈમર સાથે જોડીને પણ બ્લાસ્ટ થઈ શકે છે. તેમાં યુ શેપના બે ચુંબકો સાથે એક ચુંબકીય ઝોન પણ છે અને એક છૂપાયેલું સર્કિટ બોર્ડ છે જે રિપોર્ટ સિગ્નલ મેળવવામાં મદદ કરી શકે છે. 

શું કોઈ નેતા હતા નિશાન પર?
ડીજીપીએ એક સવાલનો જવાબ આપતા કહ્યું કે બની શકે કે કોઈ મહત્વપૂર્ણ ટાર્ગેટ માટે ઉપયોગ થવાનો હોય. જો કે હાલ આ તબક્કે કશું કહી શકાય નહીં કે આ વિસ્ફોટ કયા ટોચના રાજનેતાને નિશાન બનાવવા માટે હતો કે પછી કોઈ અન્ય જગ્યા માટે હતો કે પંજાબ ફક્ત સપ્લાય માટેની જગ્યા હતું. ડીજીપીએ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં અનેક પિસ્તોલ, હાથગોળા જપ્ત કરાયા છે. તેમણે કહ્યું કે ડ્રોનથી થનારું જોખમ એક મોટો સુરક્ષા પડકાર છે. 

મોટા વિસ્ફોટનું હતું ષડયંત્ર?
ડીજીપીએ ક હ્યું કે પોલીસને એક લાવારિસ બેગ મળી, જેમાં સાત થેલીઓ, એક પ્લાસ્ટિક ટિફિન, પાંચ હાથગોળા, 9 એમએમ પિસ્તોલના 100 કારતૂસ, બે કિલોગ્રામથી વધુ વિસ્ફોટક પદાર્થ, એક રિમોટ કંટ્રોલ, અને એક સ્વિચ પણ મળી. બેગમાંથી 9 વોલ્ટની એક વેટરી અને 3 ડેટોનેટર પણ મળી આવ્યા. પંજાબ પોલીસ રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડની મદદ લઈ રહી છે. 

કઈ પણ સંદિગ્ધ મળે તો આ નંબર પર જાણ કરવી
ડીજીપીએ જનતાને સતર્ક રહેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે ટ્રેન, બસ કે રેસ્ટોરા સહિત ક્યાંય પણ કઈ પણ શંકાસ્પદ સામાન જોવા મળે તો તરત પોલીસને તેની જાણ કરવી. તેમણે કહ્યું કે લોકો પોલીસને 112 કે 181 હેલ્પલાઈન પર  જાણકારી આપી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news