મલ્કાનગિરી : લોકસભા ચૂંટણી માટે ગુરૂવારે પહેલા તબક્કામાં 20 રાજ્યોની 91 લોકસભા સીટો અને ચાર રાજ્યોની વિધાનસભા સીટો પર મતદાન થયું. 91 લોકસભા સીટો પર કુલ 1279 ઉમેદવાર ચૂંટણીમાં ભાગ લઇ રહ્યા છે. પરંતુ ઓરિસ્સામાં છ બુથ એવા પણ છે જ્યાં એક પણ મત નહોતો પડ્યોં.  રાજ્ય ચૂંટણી પંચના અધિકારીએ તેની પૃષ્ટી કરી છે. ઓરીસ્સામાં મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, મલ્કાનગિરી જિલ્લામાં ચિત્રકોડામાં છ બુથ પર લોકો મતદાન કરવા માટે નહોતા આવ્યા. મળતી માહિતી અનુસાર નક્સલવાદીઓનાં ડરના કારણે આ કેન્દ્રો પર મતદાન નહોતું થયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો એકંદરે શાંતિપુર્ણ, 81 ટકા મતદાન નોંધાયું

ઓરિસ્સામાં ગુરૂવારે પહેલા તબક્કાનાં મતદાનમાં લોકસભા અને વિધાસભા સીટો માટે મતદાનનાં પ્રથમ છ કલાકમાં આશરે 41 ટકા મતદાતાઓએ પોતાનાં મતાધિકારનો પ્રયોગ કર્યો. મુખ્ય ચૂંટણી અધિકારી (સીઇઓ) સુરેન્દ્ર કુમારે જણાવ્યું કે, બૂથ સ્તરથી પ્રાપ્ત માહિતી અનુસાર અપરાન્હ્ર એક વાગ્યા સુધીમાં આશરે 41 ટકા મતદાન નોંધાયું છે. 
હિંદૂ, બૌદ્ધ, જૈન, શીખ શરણાર્થીઓ સિવાયનાં દરેક ઘુસણખોરને ખદેડી દઇશું: ભાજપ

તેમણે કહ્યું કે, મતદાન પ્રક્રિયા સુચારુ રીતે ચાલી રહી છે. નકસલ પ્રભાવિત વિસ્કારમાં સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરી દેવાઇ છે. જો કે ભવાનીપટ વિધાનસભા ક્ષેત્રમાં ભેજિપદર ગામનાં 666 મતદાઓએ પોતાનાં ગામને સારા માર્ગ ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ રહેવાનાં કારણે સ્થાનીક તંત્ર પ્રત્યે રોષ વ્યક્ત કરતા ચૂંટણી બહિષ્કાર કર્યો હતો.