હિંદૂ, બૌદ્ધ, જૈન, શીખ શરણાર્થીઓ સિવાયનાં દરેક ઘુસણખોરને ખદેડી દઇશું: ભાજપ
અમિત શાહે કહ્યું કે, અસમની જેમ બંગાળમાં પણ અમે એનઆરસી લાવવાનાં છીએ, મમતાજી જેટલી શક્તિ હોય અમને અટકાવી દો
Trending Photos
નવી દિલ્હી : ભાજપ અધ્યક્ષ અમિત શાહે એક ચૂંટણી રેલીમાં કહ્યું કે, ભાજપ બંગાળમાં એનઆરસીને લાગુ કરશે. અમિત શાહે કહ્યું કે, બૌદ્ધ, હિંદુ, જૈન અને શીખ શરણાર્થીઓને છોડીને દરેક ઘુસણખોરને દેશની બહાર તગેડી મુકવામાં આવશે. અમિત શાહે કહ્યું કે, અસમની જેમ જ બંગાળમાં પણ અમે એનઆરસી લાવવાનાં છીએ. મમતાજીમાં જેટલી શક્તિ છે અટકાવી દો, એનઆરસી મોદીજી લઇને આવશે અને દરેકે દરેક ઘુસણખોરને બંગાળની ખાડીમાં નાખી દેશે.
બાંગ્લાદેશ, પાકિસ્તાન અથવા ક્યાંયથી પણ જે હિંદુ, બૌદ્ધ, જૈન અને શીખ શરણાર્થી ભારત આવ્યા છે તેમને અમે નથી કાઢવાનાં, જે શરણાર્થી આવ્યા છે તે અમારા ભાઇ છે અને ત્યાંથી પરેશાન થઇને આવ્યા છે, તેમને નાગરિકતા આપીને પોતાનો સગો ભાઇ બનાવીને ભારતમાં વસવા માટેની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી કરશે.
BJP under the leadership of PM Modi is committed to implement NRC in West Bengal and removing infiltrators from our land. pic.twitter.com/lPkV7lpXN3
— Chowkidar Amit Shah (@AmitShah) April 11, 2019
ભાજપ પ્રમુખે દાવો કર્યો કે, તૃણમુલ કોંગ્રેસ તૃષ્ટીકરણ, માફીયાગીરી અને ચિટફંડમાં લાગી છે. ટીએમસી (તૃણમુલ કોંગ્રેસ)નાં ટીનો અર્થ તૃષ્ટીકરણ, એમનો અર્થ માફિયા અને સીનો અર્થ ચીટફંડ છે.
કોંગ્રેસ અને આપે સાધ્યું નિશાન
અમિત શાહનાં આ નિવેદન બાદ કોંગ્રેસ, આમ આદમી પાર્ટીએ ભાજપ પર નિશાન સાધ્યું. કોંગ્રેસ ટ્વીટ કરીને કહ્યું કે, નવુ ભારત છે (ભાઇચારા અને એકતાથી શૂન્ય) જે તેઓ બનાવવા માંગે છે. ભાજપે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ સંવિધાનની ઇજ્જત નથી કરતા. તેમને દેશને સાંપ્રદાયિક આધાર પર વહેંચવાનો કોઇ જ પછતાવો નથી.
બીજી તરફ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, પાકિસ્તાન અને ઇમરાન ખાન પણ એવું ઇચ્છે છે કે હિન્દુસ્તાનમાં તોફાનો ફેલાઇ ગયા હતા. એટલા માટે પાકિસ્તાન ખુલીને મોદીજીને ફરી PM બનાવવા માટે દરેક પ્રકારની મદદ કરી રહ્યું છે. જે કામ પાકિસ્તાન 70 વર્ષમાં નથી કરી શક્યું, તેનાં દોસ્ત મોદીજીએ પાંચ વર્ષમાં કરી દીધું- હિન્દુસ્તાનનો ભાઇચારો ખરાબ કરી દીધો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે