ઓડિશાના બાલાસોરમાં થયેલા ભીષણ ટ્રેન અકસ્માત મુદ્દે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ ભાવુક થયેલા જોવા મળ્યા. રેલવે મંત્રી પ્રભાવિત ટ્રેકના રિસ્ટોરેશન અંગે મીડિયાને જાણકારી આપી રહ્યા હતા. પરંતુ આ દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા અને તેમનું ગળું રૂંધાઈ ગયું. આ રૂંધાયેલા સ્વરે તેઓએ કહ્યું કે બાલાસોર રેલવે અકસ્માત સાઈટ પર રેલવે ટ્રેકના રિસ્ટોરેશનું કામ પૂરું કરી લેવાયું છે. હવે બંને બાજુ (UP and Down) થી રેલવે ટ્રાફિક માટે રસ્તો ક્લિયર થઈ ગયો છે. એક બાજુથી દિવસમાં કામ પૂરું કરી લેવાયું હતું અને હવે  બીજી સાઈટનું કામ પણ પૂરું થઈ ગયું છે. ત્યારબાદ તેમણે ટ્રેન અકસ્માતમાં ગૂમ થયેલા લોકોનો ઉલ્લેખ કર્યો. રેલવે મંત્રીએ કહ્યું કે ટ્રેક પર રસ્તો ક્લિયર થઈ ગયો છે. પરંતુ હજુ અમારી જવાબદારી પૂરી થઈ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૂમ થયેલા લોકોને શોધવા એ અમારો લક્ષ્યાંક
રેલવેમંત્રીએ ભાવુક થઈને કહ્યું કે અમારું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે ગૂમ થયેલા લોકોના પરિજનો જેમ બને તેમ જલદી પોતાના પરિજનોને મળી શકે. તેમને જલદી શોધવામાં આવી શકે. અમારી જવાબદારી હજુ પૂરી થઈ નથી. અત્રે જણાવવાનું કે બાલાસોરમાં જ્યાં ટ્રેન અકસ્માત થયો હતો ત્યાં યુદ્ધસ્તરે કામ ચાલી રહ્યું હતું. રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ સતત ઘટનાસ્થળે હાજર રહ્યા. સેકડો રેલવે કર્મી, રાહત બચાવ દળના જવાનો, ટેક્નિશિયનથી લઈને એન્જિનિયર્સ સુધી દિવસ રાત કરતા રહ્યા. 


'એક બાજુ મહાત્મા ગાંધી, બીજી બાજુ નથુરામ'...રાહુલ ગાંધીનું ભારતીય સમુદાયને સંબોધન


સેક્સને મળ્યું રમતનું સ્વરૂપ, આ દેશમાં થશે ચેમ્પિયનશીપ, જાણો 16 અજીબોગરીબ નિયમ


કેનેડામાં વેશ્યાવૃત્તિમાં ધકેલાતી ભારતીય છોકરીઓ, ભણવાનો ખર્ચ કાઢવા બને છે સેક્સવર્કર


કામકાજની જાણકારી આપતા જે વાત પર રેલવે મંત્રી રડી પડ્યા તે ગૂમ થયેલા લોકો અંગે હતું. અસલમાં હજુ સુધી લગભગ 182 મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. સ્થિતિ એવી છે કે હોસ્પિટલોનો મડદા ઘર પણ ખીચોખીચ ભરેલા છે. આવી ભીષણ ગરમીમાં મૃતદેહો સુરક્ષિત રાખવા પણ એક પડકાર બન્યો છે. આ માટે એક શાળા અન કોલ્ડ સ્ટોરેજને મડદા ઘરમાં ફેરવવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube