કઠુઆ ગેંગરેપ : જાહેરમાં ઓમર અબ્દલ્લાહે PM મોદીને માર્યો ટોન્ટ
હાલમાં બકરવાલ સમુદાયની આઠ વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાનો મામલો રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે
શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે રાજ્યના કઠુઆ જિલ્લામાં આઠ વર્ષની બાળકીના બળાત્કાર તેમજ હત્યાના મામલે ચુપકીદી તોડવાની માગણી કરી છે. તેમણે ટ્વીટ કર્યું છે કે, ‘‘માનનીય પ્રધાનમંત્રીજી એવો કોઈ દિવસ નથી જ્યારે અમે તમને એવા મુદ્દાઓ પર બોલતા સાંભળીએ છીએ જે તમારા માટે મહત્વના હોય. જોકે, કેટલીકવાર એવા મોકા આવે છે જ્યારે તમે બીજા માટેના મહત્વના મુદ્દે સાવ ચુપકીદી સાધી લો છો.’’
હાલમાં બકરવાલ સમુદાયની આઠ વર્ષની બાળકી સાથેના બળાત્કાર અને હત્યાનો મામલો રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે. આ વર્ષે 10 જાન્યુઆરીએ જમ્મુના કઠુઆ જિલ્લામાં હીરાનગર તહસીલના રસાના ગામના બકરવાલ સમુદાયની બાળકીનું અપહરણ થયા પછી 17 જાન્યુઆરીએ જંગલમાં તેનો મૃતદેહ મળ્યો હતો. આ મામલામાં સાંજી રામ સહિતા આઠ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.
તપાસમાં ખબર પડી છે કે બાળકીનું અપહરણ કરીને તેને મંદિરમાં રાખવામાં આવી હતી. અહીં તેને નશીલી દવા પીવડાવીને તેની સાથે વારંવાર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. હકીકતમાં બકરવાલ સમુદાયમાં ભયનો માહોલ ઉભો કરવા માટે આખરે તેની હત્યા કરી દેવામાં આવી હતી. સાંજી રામ પર પુરાવાનો નાશ કરવા માટે લાંચ આપવા્નો પણ આરોપ છે.
કઠુઆ ગેંગરેપ : માસુમના પિતાનું દર્દ વાંચીને છલકાઈ જશે તમારી આંખો
દિલ્હી હાઇ કોર્ટે જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં સામુહિક બળાત્કાર પછી મારી નાખવામાં આવેલી આઠ વર્ષીય બાળકીની ઓળખ જાહેર કરવાના મામલામાં અનેક મીડિયા હાઉસને નોટીસ ફટકારી છે. આ સાથે ચેતવણી આપી છે કે હવે કોઈ સમાચારમાં બાળકીની ઓળખ જાહેર ન થવી જોઈએ.